બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / budget of the second term of the Modi government will be presented big announcements may be about farmers and income tax slabs.

કેન્દ્રીય બજેટ / આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ થશે રજૂ, ખેડૂતો અને ઇન્કમ ટેક્સ સ્લેબને લઈ થઈ શકે આ મોટી જાહેરાતો

Last Updated: 07:39 AM, 1 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા વર્ષ 2023-24 માટે બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. ત્યાર મોંઘવારીના આ સમયગાળા દરમિયાન દેશભરના લોકો રાહતની મીટ માંડીને બેઠા છે.

  • આજે રજૂ થશે કેન્દ્રીય બજેટ 
  • મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ
  • નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા વર્ષ 2023-24 માટે બજેટ રજૂ કરશે

આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા વર્ષ 2023-24 માટે બજેટ રજૂ કરશે. એ પહેલા મંગળવારે સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો હતો.2023-24માં વિકાસદર 6ટકા થી 6.8% સુધી રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જો કે છેલ્લાં 3 વર્ષમાં આ સૌથી ધીમો ગ્રોથ હશે. જ્યારે નોમિનલ જીડીપીનો અંદાજ 11 ટકા લગાવવામાં આવ્યો છે. ફાઈનાન્સિયલ યર 2023માં રિયલ GDP 7 ટકા રહે તેવો અંદાજ છે. ત્યારે ગરીબ, ગૃહિણીઓ, મધ્યમ વર્ગ, ઉદ્યોગકારો, ખેડૂતો સૌ કોઈ રાહતની આશા રાખીને બેઠા છે આવી સ્થિતિ વચ્ચે ઇન્કમ ટેક્સ સ્લેબમાં બદલાવ થઇ શકે છે. જેમાં 5 લાખ સુધીની વાર્ષિક આવક પર રાહત મળી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. સાથે સાથે  ઇન્કમટેક્સમાં 5 લાખ સુધીની છૂટ મળી શકે છે. મહત્વનું છે કે હાલ 2,5 લાખ સુધી ઇન્કમટેક્સમાં છૂટ અપાઈ છે. હાલ 2.5 લાખથી 5 લાખ સુધી 5 ટકા ટેક્સ લાગે છે.

Economic survey pegs India's GDP growth at 6-6.8% in FY23-24

છેલ્લા 7 મહિનામમાં હોમલોન પર 2 ટકા સુધી વ્યાજદર વધ્યા

જ્યારે હોમલોન વ્યાજ પર પણ છૂટ મળતાની શક્યતાઓ વર્તાઈ રહી છે. કેન્દ્રીય બજેટમાં હોમલોન વ્યાજ પર 3 લાખ સુધીની છૂટની જાહેરાત કરાઇ તો નવાઈ નહિ! નોંધનીય છે કે છેલ્લા 7 મહિનામમાં હોમલોન પર 2 ટકા સુધીનો વ્યાજદર વધ્યા છે. બીજી તરફ ખાસ યુવાઓની અને દેશની સળગતી સમસ્યા એવી રોજગારી માટે બજેટમાં મોટી જાહેરાત થઇ શકે છે. તો સરકાર નવા વ્યવસાય પર લોન સાથે કેટલીક છૂટછાટ આપવાની દિશામાં પણ કાર્યરત હોવાનું જણાય રહ્યું છે. SME સેક્ટરમાં રોકાણ વધારવા મોટા નિર્ણયની આશા સાથે ઓનલાઇન ગેમિંગ પર ટેસ્ક વધારાઇ શકે છે અને બજેટમાં ખેડૂતોને પણ સરકાર ભેટ આપે તેવા ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે. બીજી તરફ ઇલેક્ટ્રોનિક વસ્તુ અને ઝ્વેલરી હજુ પણ મોંઘી થઇ શકે છે.

બજેટમાં ભાવનગર શીપ બ્રેકીંગ યાર્ડ, જામનગરનો બ્રાસ ઉદ્યોગ અને મોરબીનો સીરામીક ઉદ્યોગ ઉપરાંત સુરતનો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ઉપરાંત તમામ લોકો રાહતની મીટ માંડીને બેઠા છે. ઉલ્લેખનીય છે કે  મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ હોય તથા લોકસભાની ચૂંટણી આવતી હોવાથી બજેટ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.

બજેટમાં શું જાહેરાત થઈ શકે?

  • આવકવેરા મુક્તિ મર્યાદા 5 લાખ સુધી કરવી
  • હોમલોનના વ્યાજમાં 3 લાખ રૂપિયા સુધી છૂટ
  • હોમલોનની મૂળ રકમમાં છૂટ 1.5 લાખથી 2 લાખ કરવી
  • સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા 50 હજારથી વધારી 1 લાખ કરવી
  • 80-C અંતર્ગત ટેક્સમાં રાહતની મર્યાદા 2.5 લાખ કરવી
  • લોંગ ટર્મ કેપિટલ ગેઈનમાં રાહત મળે
  • નવા વ્યવસાય ઉપર મળતી લોન અને છૂટને લઈને રાહત
  • PLI સ્કીમને આગળ વધારવામાં આવે
  • મનરેગાના બજેટમાં વધારો કરવામાં આવે
  • ઓનલાઈન ગેમિંગ ઉપર ટેક્સનો વ્યાપ વધી શકે છે
  • ખેતીના ઉપકરણો-મશીનોમાં આપવામાં આવતી છૂટ વધી શકે
  • સપ્લાય ચેઈન મજબૂત કરવા કરમાં રાહત આપી શકે
  • ખેતીને આધુનિક બનાવવા GSTમાં રાહત મળી શકે
  • કિસાન સમ્માન નિધી અંતર્ગત મળતી રકમ વધી શકે છે
  • 4 તબક્કામાં ખેડૂતોને 8 હજાર રૂપિયા મળી શકે છે
  • કેન્દ્રિય કર્મચારીઓને રાહત મળી શકે છે
  • હાઉસ બિલ્ડિંગ અલાઉંસમાં એડવાન્સનો વ્યાપ વધી શકે છે
  • હાઉસ બિલ્ડિંગ અલાઉન્સમાં એડવાન્સની મર્યાદા 30 લાખ થઈ શકે
  • NBFCમાંથી આપવામાં આવતી લોન ઉપર ટેક્સની છૂટ મળી શકે છે
  • ઓછા ટર્નઓવરવાળા સ્ટાર્ટઅપને રાહત મળી શકે છે
  • આયાત ઉપર કસ્ટમ ડ્યુટી વધી શકે છે
  • ઈલેકટ્રોનિક આઈટમ, જ્વેલરી મોંઘી થઈ શકે છે
  • પ્લાસ્ટિકનો સામાન, કાગળ, વિટામીન મોંઘા થઈ શકે છે
  • ઈલેકટ્રીક વાહનના ઉત્પાદનને પ્રોત્સાહન માટે છૂટ મળી શકે છે
  • લિથિયમ-આયન બેટરીના ઉત્પાદનમાં મોટી રાહત મળી શકે છે
  • ESS, EV ચાર્જિંગ સ્ટેશનમાં મોટી રાહતની જાહેરાત થઈ શકે છે

સંકળાયેલા મુદ્દાઓ

Budget 2023 Budget news Indian budget news નાણામંત્રી નિર્મલા સિતારમણ બજેટ Budget 2023
Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ