બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આમજનતાના બજેટ પહેલા શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સમાં 400 પોઇન્ટની તેજી જોવા મળી છે. બજેટને લઇને માર્કેટમા વિશેષજ્ઞોમાં આશા જોવા મળી છે.
બજેટને લઇને માર્કેટ વિશેષજ્ઞોને આશા છે. વિશેષજ્ઞોએ જણાવ્યું કે બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર પર વધુ મહત્વ અપાય તેવી અપેક્ષા છે. કોરોનાના કારણે સરકાર માટે મોટો પડકાર છે. કોરોનાના કારણે સરકારની આવક પણ ઘટી છે.
દેશનું આમ બજેટ 2021-22 રજૂ થવાના પહેલા શેરબજારમાં રોનક જોવા મળી. બોમ્બે સ્ટોક એક્સચેંજનો સેન્સેક્સ લગભગ 400 પોઇના વધારા સાથે 46,617.95 પોઇન્ટ પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 13,758.60 પોઇન્ટ ઉપર રહ્યો.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ગત કારોબારી સત્રમાં સેન્સેક્સ 46,285.77 પોઇન્ટ અને નિફ્ટી 13,634.60 પોઇન્ટ પર બંધ થયો હતો.
કંપનીઓના શેરમાં તેજી
સેન્સેક્સમાં સામેલ 30 કંપનીઓમાંથી 19માં વધારો જોવા મળ્યો. જ્યારે નિફ્ટીની પણ પરિસ્થિતિ કમોબેશ સમાન રહ્યું. અહીં 50માંથી 35 કંપનીઓના શેરમાં તેજી જોવા મળી.
સવારે શેરબજારના સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં તેજીનું વલણ જોવા મળ્યું. બજેટમાં આત્મનિર્ભર ભારત, કોરોનાકાળમાં અર્થવ્યવસ્થાને ગતિ આપવાના જેવી આશાના કારણે રોકાણકારોમાં લેવાલીની આશા જોવા મળી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.