શ્રાવણ મહિનામાં ઘરે આ લાવો પારદના શિવલિંગ સહતિ આ વસ્તુ, ભોલેનાથ દૂર કરશે તમામ સમસ્યાઓ

By : juhiparikh 02:11 PM, 10 August 2018 | Updated : 02:11 PM, 10 August 2018
ભગવાન શિવજીના પ્રિય ગણાતા એવા  શ્રાવણ મહિનાની શરૂઆત 12 ઓગસ્ટથી શરૂ થશે, જે 9 સપ્ટેમ્બર સુધી ચાલશે. જાણીતા જ્યોતિષીએ જણાવ્યુ કે, આ દરમિયાન શ્રૃષ્ટિનું સંચાલન ભગવાન શિવ કરે છે એટલે જો શ્રાવણ મહિનામાં કેટલીક ખાસ વસ્તુઓ ઘરમાં લાવવામાં આવે તો મહાદેવની કૃપા આપણાં ઉપર બની રહે છે. જાણો શ્રાવણમાં કઈ વસ્તુઓ ઘરે લાવવી જોઈએ....

પારદ શિવલિંગ:

ઘરમાં રોજ પારદ શિવલિંગની પૂજા કરવામાં આવે તો તમામ દોષ જેમ કે - પિતૃ દોષ, કાલસર્પ દોષ, વાસ્તુ દોષ વગેરે આપોઆપ જ ખતમ થઈ જાય છે. શ્રાવણ મહિનામાં પારદ શિવલિંગને ઘરના પૂજા સ્થાન પર સ્થાપિત કરવું જોઈએ.

એકમુખી રૂદ્રાક્ષ:

શિવપુરાણ મુજબ એકમુખી રૂદ્રાક્ષ સાક્ષાત ભગવાન શિવનું જ રૂપ છે. તેને ગળામાં ધારણ કરવાથી મનુષ્યની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. જો આ રૂદ્રાક્ષની પૂજા કરીને ધનસ્થાન એટલે કે તિજોરીમાં રાખવામાં આવે તો ધન સંબંધિત પરેશાનીઓ દૂર થઈ શકે છે.

મહામૃત્યુંજય યંત્ર:


જે ઘરમાં મહામૃત્યુંજય યંત્રની પૂજા રોજ થાય છે ત્યાં કોઈ પ્રકારની પરેશાનીઓ થતી નથી. શ્રાવણ મહિનામાં જો મહામૃત્યુંજય યંત્ર લાવીને પૂજાસ્થળ પર સ્થાપિત કરી રોજ તેની પૂજા કરવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

ગર્ભગૌરી રૂદ્રાક્ષ:

જે લોકોને સંતાન નથી થઈ શકતા, જો તેઓ શ્રાવણ મહિનામાં પોતાના પૂજાસ્થળ પર ગર્ભગૌરી રૂદ્રાક્ષની સ્થાપના કરી રોજ તેની પૂજા કરે તો તેમની આ ઈચ્છા પૂરી થઈ શકે છે.Recent Story

Popular Story