બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અમદાવાદ / Brain-dead mother of Surat revives seven people, you will cry knowing what your son said for organ donation

માનવતા મહેંકી ઉઠી / સુરતની બ્રેઇન-ડેડ માતાએ સાત લોકોને આપ્યું નવજીવન, અંગદાન માટે દીકરાએ જે કહ્યું તે જાણીને રડી પડશો

Kiran

Last Updated: 03:39 PM, 8 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના કાળ દરમિયાન પણ સુરતમાં લેઉવા પટેલ પાટીદાર સમાજના બ્રેઈનડેડ કામીબેન બ્રેઈનડેડ થતા તેમના અંગોનું દાન કરવામાં આવ્યું છે

  • સુરતમાં પતિએ બ્રેઈનડેડ પત્નીના અંગોનું કર્યું દાન
  • સુરતમાં હૃદય,ફેફસાં દાન કરાવવાની સૌપ્રથમ ઘટના
  • અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી

રક્તદાન મહાદાન કહેવાય છે પરતું સુરતમાં મહિલાએ અંગોનું દાન કરી અનેક લોકોને જીવન આપ્યું છે કોરોના કાળ દરમિયાન પણ સુરતમાં લેઉવા પટેલ પાટીદાર સમાજના બ્રેઈનડેડ કામીબેન બ્રેઈનડેડ થતા તેમના અંગોનું દાન કરવામાં આવ્યું છે તેમના પતિ ભરત પટેલ કહ્યું કે મારી પત્ની બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેમના અંગોના દાન થકી વધુને વધુ લોકોને જીવનદાન મળશે પત્નીના ઓર્ગન થકી જે લોકોના ઓર્ગન નિષ્ફળ છે તેવા દર્દીઓને નવજીવન આપી શકાશે તેમના પરિવારજનોના મોઢા ઉપર ખુશી લાવી શકાશે.

સુરતમાંથી હૃદય અને ફેફસાં દાન કરાવવાની સૌપ્રથમ ઘટના

કોવિડ-19 મહામારીની બીજી લહેર પછી ગુજરાતમાં સુરતમાંથી હૃદય અને ફેફસાં દાન કરાવવાની સૌપ્રથમ ઘટના સામે આવી છે. કામીનીબેન બ્લડપ્રેશર બાદ બ્રેઈન હેમરેજથી  બ્રેઈનડેડ જાહેર કરાયા હતા.બ્રેઈનડેડ થતા ભરત પટેલના પરિવારે તેમના અંગોના દાન કરવા માટેનો નિર્ણય લીધો હતો કામીનીબેનના હદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરાતા હવે સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું છે આમ મૃત્યું બાદ પણ કામીનીબેને  સાત લોકોને જીવન દાન બક્ષીને અન્ય દર્દીઓના જીવનમાં આનંદ અને ખુશી ભરી દીધી છે 

સુરતમાં પતિએ બ્રેઈનડેડ પત્નીના અંગોનું કર્યું દાન

તા.17 મે ના રોજ સવારે 6 કલાકે કામીનીબેન પથારીમાંથી ઉભા થવા જતા તેઓથી ઉભા થવાયું ન હતું. તેથી પરિવારે ડોક્ટરને બોલાવ્યા તેઓએ તેમને તપાસતા તેમનું બ્લડ પ્રેસર ખુબ જ વધી ગયું હોવાનું જણાવ્યું હતું. તેથી તેમને તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરી સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. વધુ સારવાર માટે તેમને સુરતની શેલ્બી હોસ્પિટલમાં ન્યુરોફીજીશિયન ડૉ.દિવ્યાંગ શાહની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. ન્યુરોસર્જન ડૉ.મિલન સેજલીયાએ ક્રેનીયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.

અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી
શનિવાર તા.5 જૂનના રોજ ન્યુરોફીજીશીયન સાથે ટીમે મહિલા કામીનીબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં. જોકે મહિલા જાણકારી ઓર્ગન ડોનેટ લાઈફના સભ્યો આ પરિવારનો સંપર્ક કર્યો હતો. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી કામીનીબેનના પતિ ભરતભાઈ, પુત્ર અનિકેત, ભાઈ સંજયભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.કામીનીબેનના પતિ ભરતભાઈ કે જેઓ અમેરિકાના ટાઈની સ્માઈલીંગ ફેસીસ ગ્રુપ તથા જુદી-જુદી સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.

કોરોના મહામારીના સમયમાં અંગદાન

કોવીડ 19ના મહામારીના સમય દરમ્યાન બારડોલી પંથકમાં આઈસોલેશન વોર્ડના દર્દીઓ તેમજ સ્ટાફ માટે જમવાની સુવિધા, દવાઓ તેમજ મેડીકલના વિવિધ સાધનોના વિતરણની વ્યવસ્થા ખુબ જ સુંદર રીતે કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે મારી પત્ની બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેમના અંગોના દાન થકી વધુને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપી તેઓના તથા તેમના પરિવારના મોઢા ઉપર ખુશાલી લાવો.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ 

પુત્ર અનિકેતે કે જે આણંદની ચારુસેટ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જીનીયરીંગનો આભ્યાસ કરી રહ્યો છે તેને પણ જણાવ્યું કે,હાલમાં કોવીડના સમયમાં ઘણા બધા વ્યક્તિઓના ફેફસાં ખરાબ થઇ ગયા છે ત્યારે મારી માતાના ફેફસાનું દાન જરૂર કરાવજો. જેથી કોવીડની મહામારીના સમય દરમ્યાન જેમના ફેફસાં ખરાબ થયા હોય તેઓને નવું જીવન મળી શકે. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા  સંપર્ક કરી કિડની, લિવર, હૃદય અને ફેફસાના દાન માટે જણાવ્યું. ગુજરાતમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી નહિ હોવાને કારણે SOTTO દ્વારા ROTTO મુંબઈનો સંપર્ક કરવામાં આવ્યો. ROTTO મુંબઈ દ્વારા હૃદય મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ફાળવવામાં આવ્યું.

હૈદરાબાદની કીમ્સ,અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલને અંગદાન 

NOTTO દ્વારા ફેફસા હૈદરાબાદની કીમ્સ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા. જયારે SOTTO દ્વારા એક કિડની અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલ તેમજ એક કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ને ફાળવવામાં આવ્યા. મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલના ડૉ.સંદીપ સિંહા, ડૉ.રોહિત અને તેમની ટીમે આવી હૃદયનું દાન સ્વીકાર્યું, હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલના ડૉ.વિવેક સિંગ, ડૉ.પ્રેમ આનંદ અને તેમની ટીમે આવી ફેફસાનું દાન સ્વીકાર્યું,અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.

300 કિ.મીનું અંતર 100 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ

કોરોનામાં ફેફસા ગુમાવનારને ફેફસા મળ્યાં સુરતની શેલ્બી હોસ્પિટલથી મુંબઈનું 300 કિ.મીનું અંતર 100 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલ હોસ્પીટલમાં મુંબઈની રહેવાસી 46 વર્ષીય મહિલામાં ડૉ.અન્વય મુલે અને તેમની ટીમ દ્વારા તેમજ હૈદરાબાદનું 940 કિ.મીનું અંતર 160 મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ હૈદરાબાદની કીમ્સ હોસ્પીટલમાં જલગાંવ, મહારાષ્ટ્રની રહેવાસી 31 વર્ષીય મહિલામાં ડૉ.સંદીપ અત્તાવર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.આ મહિલાના ફેફસાં કોવીડ-19ની મહામારીને કારણે ખરાબ થઇ ગયા હતા અને તેની સારવાર એકમો મશીન ઉપર ચાલી રહી હતી. કોવીડ-19 મહામારીની બીજી લહેર પછી ડોનેટ લાઈફના માધ્યમથી ગુજરાતમાંથી હૃદય અને ફેફસાના દાન કરાવવાની આ સૌપ્રથમ ઘટના છે.

મુંબઈ, હૈદરાબાદ અને અમદાવાદ પહોંચાડાયા શરીરઅંગો

સુરતની શેલ્બી હોસ્પિટલથી અમદાવાદની IKDRC હોસ્પિટલ સુધીનું 264 કિ.મી રોડ માર્ગનું અંતર 190 મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી 30 વર્ષીય મહિલામાં અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલમાં ડૉ. કેતન શુક્લા અને તેમની ટીમ દ્વારા તથા બીજી કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની 27 વર્ષીય મહિલા તેમજ ભાવનગરના રહેવાસી 58 વર્ષીય વ્યક્તિમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. હ્રદય, ફેફસાં અને કિડની સમયસર મુંબઈ, હૈદરાબાદ અને અમદાવાદ પહોંચાડવા માટે ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા.

ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા

હ્રદય, ફેફસાં અને કિડની સમયસર મુંબઈ, હૈદરાબાદ અને અમદાવાદ પહોંચાડવા માટે ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 384  કિડની, 158 લિવર, 8 પેન્ક્રીઆસ, 32 હૃદય, 14 ફેફસાં અને 288 ચક્ષુઓ કુલ 882 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 810 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ