બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / botad latthakand fsl report reveals there is no liquor but chemical

ખુલાસો / લઠ્ઠાકાંડ મામલે FSL રિપોર્ટમાં થયો સૌથી મોટો ખુલાસો, કુલ 5 આરોપીઓની ધરપકડ, 14 સામે ગુનો દાખલ

Khyati

Last Updated: 07:29 AM, 27 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદમાં લઠ્ઠાકાંડ મુદ્દે 5ની કરવામાં આવી ધરપકડ, દારૂના FSL રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો આ કલમ હેઠળ નોંધાઇ ફરિયાદ

  • બોટાદમાં કથિત લઠ્ઠાકાંડ મામલે FSL રિપોર્ટમાં ખુલાસો
  • પોલીસ જપ્ત કરેલા દારૂનો આવ્યો FSL રિપોર્ટ
  • દારૂ નહિં પણ કેમિકલ હવાની સ્પષ્ટતા

બોટાદમાં કથિત લઠ્ઠાકાંડ એ કેમિકલ કાંડ હોવાનો ઘટસ્ફોટ થયો છે. FSL રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.  પોલીસે જપ્ત કરેલા દારૂના FSL રિપોર્ટમાં દારૂ નહી પણ કેમિકલ હોવાની સ્પષ્ટતા થઇ છે. K અને L નમૂનામાં મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ 98.71 તથા 98.99 આવ્યું જ્યારે   ઇથાઇલ આલ્કોલોનું પ્રમાણ શૂન્ય આવ્યું. 

બુટલેગરને કેમિકલ પહોંચાડનાર પીન્ટુની ધરપકડ

તો આ તરફ બુટલેગરને કેમિકલ પહોંચાડનાર આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે.  જયેશે પીન્ટુને ફેક્ટરીમાંથી કેમિકલ આપ્યુ હતું અને પીન્ટુએ બરવાળા અને ધંધુકાના બુટલેગરોને કેમિકલ આપ્યુ હતું.  પોલીસે આ મામલે પીન્ટુ ગોરવાની પણ ધરપકડ કરી છે. 

14 બુટલેગરો સામે ગુનો દાખલ, 5ની ધરપકડ

તો સમગ્ર ઘટનાના તાર અમદાવાદ સાથે પણ જોડાયેલા છે.અમદાવાદના પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલીA MOS કંપનીમાં મેનેજરની નોકરી કરતાં જયેશે ગોડાઉનમાંથી કેમિકલની ચોરી કરી હતી. ક્રાઇમબ્રાંચ દ્વારા તેની પણ ધરપકડ કરવામાં આવી છે.. કેમિકલ બુટલેગર સુધી પહોંચાડ્યા બાદ તેમાં પાણીનું મિશ્રણ કરી બુટલેગરો દેશી દારૂ તરીકે વેચાણ કરતાં હતા.  કેમિકલ યુક્ત દારૂ પીવાથી 31 લોકોના મોત નીપજ્યા છે. અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ કરાઇ. ગજરાબેન અને લાલા, જયેશ અને મુખ્ય આરોપી  પિન્ટુ ગોરવાની ધરપકડ કરવામાં આવી છે.  પોલીસે 14 બુટલેગરો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કલમ 302, 308, 120 મુજબ દારુમાં કેમિકલ ભેળવી મોત નિપજાવ્યાનો ગુનો નોંધ્યો છે. 

 

સ્ટેટ મોનિટરિંગ સેલ તપાસમાં જોડાઇ 

બોટાદના બરવાળામાં કથિત લઠ્ઠાકાંડ મુદ્દે તપાસમાં વધુ એક ટીમ જોડાઇ છે. સ્ટેટ મોનિટરિંગ સેલ પણ તપાસમાં જોડાઇ.  સ્ટેટ મોનિટરિંગ સેલના ઈન્ચાર્જ નિર્લિપ્ત રાય બરવાળા પહોંચ્યા. તો આ તરફ બોટાદના કથિત લઠ્ઠાકાંડમાં SP દ્વારા  મહિલા ASI યાસ્મીન સસ્પેન્ડ કરાયા.  દારૂ મામલે હપ્તાના સેટિંગ કરવા અંગે ઓડિયો વાયરલ થયો હતો જે મામલે પહેલા ASIની બદલી કરાઈ હતી અને હવે જિલ્લા પોલીસ વડાએ મહિલા ASIને સસ્પેન્ડ કર્યા.

સરકાર રોજિદ ગામમાં કડક કાર્યવાહી કરે: કોંગ્રેસ ધારાસભ્ય રાજેશ ગોહિલ

બોટાદ લઠ્ઠાકાંડ મામલે ધંધુકાના ધારાસભ્ય બરવાળા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. કોંગ્રેસ ધારાસભ્ય રાજેશ ગોહિલ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. જ્યાં તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે, 'સરકાર રોજિંદ ગામમાં કડક કાર્યવાહી કરે. અત્યાર સુધી તંત્રએ કોઇ કાર્યવાહી નથી કરી. સરકારને જગાડવા માટે અનેક પ્રયાસો કરાયા. સરકાર દારૂબંધીનો કડક અમલ કરાવે.'

 

બરવાળા અને ધંધુકા નજીકના ત્રણ ગામમાં લોકોના મૃત્યુ

કથિત લઠ્ઠાકાંડમાં કુલ મૃત્યુઆંક વધીને 31 થયો છે. જેમાં બરવાળા અને ધંધુકા નજીકના ત્રણ ગામમાં લોકોના મૃત્યુ થયા છે. જેમાં વહિયા, ભીમનાથ અને ખરાડમાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.  જેમાં સૌથી વધારે રોજીદ ગામમાં 9 લોકોના મૃત્યુ થયા છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ