બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Bommai in karnataka lost the election but UP Yogi won, BJP must learn from this defeat

રાજનીતિ / કર્ણાટકમાં બોમ્મઈ હાર્યા પણ UPમાં યોગીનો જબરો ક્રેઝ! આ બે પરિણામોથી BJPને 2024 માટે મળી શીખ

Vaidehi

Last Updated: 01:29 PM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકમાં બોમ્મઈનું પત્તું કપાયું પરંતુ UPમાં યોગી આદિત્યનાથનો દબદબો યથાવત્, પરિણામો બાદ સ્પષ્ટ થાય છે કે BJPએ 2024ની ચૂંટણી માટેની રણનીતિમાં ખાસ ફેરફારો કરવા પડી શકે છે.

  • કર્ણાટકમાં બોમ્મઈનો પ્રયોગ ફેઈલ, UPમાં યોગીનો દબદબો યથાવત
  • બોમ્મઈ અને યોગીની રાજનૈતિક વિચારસરણીમાં જોવા મળ્યો તફાવત
  • હાર મેળવ્યાં બાદ BJPએ બદલવી પડી શકે છે રણનીતિ

22 મહિના પહેલાં બોમ્મઈનાં હાથમાં કર્ણાટકની કમાન BJPએ સોંપી હતી. 2023ની ચૂંટણીમાં પણ BJP ગુજરાત જેવા ચમત્કારની આશા રાખી રહી હતી પરંતુ આજે પરિણામો આવતાં સ્પષ્ટ થઈ ગયું કે દક્ષિણનાં દ્વાર BJPનાં હાથથી સરકી ગયાં છે. પરિણામોથી સ્પષ્ટ થાય છે કે ભાજપનું નેતૃત્વ કર્ણાટકમાં નબળું રહ્યું અને રણનીતિ નુક્સાનકારક સાબિત થઈ. જ્યારે UPનાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો પણ આજે જાહેર થયાં છે ત્યારે યોગીજીએ વિજય મેળવ્યો છે. 

ભાજપનું આંતરિક યુદ્ધ ભારે પડ્યું!
BJPએ કર્ણાટકમાં યેદિયુરપ્પાનાં હાથમાંથી સત્તા લઈને બોમ્મઈનાં હાથમાં સોંપી પરંતુ એકતાની જગ્યાએ પાર્ટીમાં આંતરિક વિવાદો વધવા લાગ્યાં. લિંગાયત નેતા જગદીશ શેટ્ટાર જેવા મોટા ખ્યાતનામ નેતાએ પાર્ટીનો સાથ છોડ્યો. આ સિવાય ટિકીટની વહેંચણીમાં પણ અસંતોષનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસ ભ્રષ્ટાચારનાં મુદાઓને ઊઠાવવા લાગી અને બોમ્મઈ સરકાર મજબૂતીથી આ મુદાઓનો સામનો ન કરી શકી.

UPમાં સપાનો સફાયો
તો ઉત્તરપ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કર્ણાટકથી અલગ જ પરિણામો સામે આવ્યાં. BJP રાજ્યની તમામ 17 મેયરની ચૂંટણીમાં વિજેતા બની. અતીક અહમદ લાઈવ મર્ડર બાદ સમાજવાદી પાર્ટીએ મુસ્લિમ વોટોને લલચાવા માટે અનેક રણનીતિ રમી. પરંતુ પરિણામોથી બધું જ સ્પષ્ટ થયું કે અખિલેશ યાદવનો દાવ યોગીજી સામે ન ચાલી શક્યો.

ભાજપે બદલવી પડી શકે છે પોતાની રણનીતિ

ભાજપે 2 રાજ્યોનાં પરિણામોથી સ્પષ્ટ છે કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા જેવા મહત્વનાં વિધાનસભાની ચૂંટણી માટે ખાસ રણનીતિ બનાવવાના આવશ્યકતા રહેશે. કારણકે 2023ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપની મોટી પરીક્ષા થઈ શકે છે. જેમાં છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે તો તેલંગાણામાં TRSની સરકાર છે. મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ