દુઃખદ / બોલિવૂડના મ્યુઝિક કંપોઝર વાજિદ ખાનનું થયું નિધન, કિડનીની બીમારી અને કોરોનાએ લીધો જીવ

bollywood singer composer wajid khan is no more from sajid wajid salman khan

બોલિવૂડની જાણીતી સંગીત જોડી સાજિદ- વાજિદ ખાનના વાજિદ ખાનનું 42 વર્ષની વયે નિધન થયું છે. બોલિવૂડના આ સંગીતકારના જવાથી સમગ્ર વાતાવરણ ગમગીન બન્યું છે. થોડા મહિના અગાઉ તેમનું કીડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. કીડનીની સમસ્યાને લઈને મોડી રાતે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમનો કોરોના રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ બંને બીમારીના કારણે નાની વયે થયેલું નિધન બોલિવૂડ જગત માટે મોટો આઘાત છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ