બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / BJP won only 2 seats out of 28, the leaders said, adding that the order was passed immediately from the Center

ઝારખંડ / 28માંથી ભાજપને 2 જ સીટો, નેતાઓએ જણાવ્યું તો કેન્દ્રમાંથી તુરંત પાસ થયો આ ઓર્ડર

ParthB

Last Updated: 01:01 PM, 12 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે દેશ અત્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે અને આ અવસર પર કેન્દ્રનો આ નિર્ણય આદિવાસી સમુદાય માટે પણ ગર્વની વાત છે.

  • BJP દ્વારા અનુસૂચિત જનજાતિને તેમની સાથે જોડવાનો મોટો નિર્ણય લીધો
  • તાજેતરમાં રાંચીમાં BJPની એસટી મોર્ચાની રાષ્ટ્રીય બેઠક યોજાઈ હતી
  • આ નિર્ણયને લઈને BJP આદિવાસીઓમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે

BJP દ્વારા અનુસૂચિત જનજાતિને તેમની સાથે જોડવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે

ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અનુસૂચિત જનજાતિ (ST)ને તેમની સાથે જોડવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ST માટે 28 બેઠકો અનામત છે. પરંતુ ભાજપને માત્ર 2 બેઠકો મળી છે.આવી સ્થિતિમાં,આદિવાસીઓને પાર્ટી સાથે જોડવા માટે,કેન્દ્રએ બિરસા મુંડા જયંતિના દિવસને સમગ્ર દેશમાં 'આદિવાસી ગૌરવ દિવસ' તરીકે ઉજવવાની મંજૂરી આપી છે.

તાજેતરમાં રાંચીમાં બીજેપી એસટી મોર્ચાની રાષ્ટ્રીય  બેઠક યોજાઈ હતી

તમને જણાવી દઈએ કે, ગયા મહિને રાંચીમાં બીજેપી એસટી મોર્ચાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યના આદિવાસીઓને ભાજપ સાથે જોડવાની કવાયત અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે 15 થી 22 નવેમ્બર સુધી બિરસા મુંડાની યાદમાં અન્ય તમામ આદિવાસી મહાપુરુષોની સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

આ નિર્ણયને લઈને BJP આદિવાસીઓમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે

આ નિર્ણયને લઈને એવું માનવામાં આવે છે કે ભાજપ આદિવાસીઓમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. આ અંગે તૈયાર કરાયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે આદિવાસી યોદ્ધાઓના ઈતિહાસ અને તેમના સંઘર્ષનો વ્યાપકપણે પ્રચાર કરવાની જરૂર છે. આનાથી આદિવાસી લોકો પણ ભાજપમાં જોડાય તેવો આશય છે. તે જાણીતું છે કે આદિજાતિ બાબતોના કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડાએ માહિતી આપી હતી કે આ અંગે કેબિનેટમાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને કેન્દ્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

15 નવેમ્બરે PM મોદી ભગવાન બિરસા મુંડા મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે.

તમને જણાવી દઈએ કે 15 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભોપાલમાં આદિવાસી ગૌરવ દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેશે. અહીંથી તેઓ રાંચીની જૂની જેલમાં બનેલા ભગવાન બિરસા મુંડા મ્યુઝિયમનું ઓનલાઈન ઉદ્ઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે, બિરસા મુંડાએ તેમના જીવનના અંતિમ દિવસો આ જેલમાં વિતાવ્યા હતા. 9 જૂન 1900ના રોજ તેમનું અવસાન થયું. ઝુડકોએ 35 કરોડના ખર્ચે આંદામાન અને નિકોબાર ટાપુઓની સેલ્યુલર જેલની તર્જ પર આ મ્યુઝિયમ વિકસાવ્યું છે.ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં જગન્નાથપુર, ખિજરી, સિમડેગા, કોલેબીરા, માનિકા, લોહરદગા આદિવાસી બહુલ બેઠકો પર કોંગ્રેસની સાથે છે. બીજી તરફ મંદાર જેવીએમ, ખુંટી-ટોરપા સીટ પર ભાજપે જીત મેળવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ