BJP released fourth list of 7 candidates for Maharashtra Assembly elections 2019
વિધાનસભા ચૂંટણી /
મહારાષ્ટ્રમાં ભાજપે જાહેર કરી 7 ઉમેદવારોની ચોથી યાદી, એકનાથ ખડસેની દીકરીને મળી ટિકિટ
Team VTV10:47 AM, 04 Oct 19
| Updated: 10:55 AM, 04 Oct 19
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને માટે ભાજપે પોતાના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 3 મંત્રીઓના નામ કપાઈ ચૂકયા છે. 3 મંત્રીઓમાં વિનોદ તાવડે, પ્રકાશ મહેતા અને રાજ પુરોહિતને ટિકિટ મળી નથી.
મહારાષ્ટ્રમાં BJPની ચોથી યાદી જાહેર
BJPની યાદીમાં 7 ઉમેદવારોના નામ જાહેર કરાયા
એકનાથ ખડસેની દીકરી રોહિણી ખડસેને મળી ટિકિટ
ત્રણ દિગ્ગજ નેતાનું નામ કપાયું
આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ
જાણો ભાજપે ચોથી યાદીમાં કોને આપી ટિકિટ
ભાજપ દ્વારા ચોથી યાદીમાં 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં કાટોલથી ચરણ સિંહ ઠાકુર, તુમસારથી પ્રદીપ પટોલે, નાસિક પૂર્વથી રાહુલ ઠિકાલે, બોરિવલીથી સુનિલ રાણેને ટિકિટ આપવામાં આવી છે. ભાજપના નેતા એકનાથ ખડસેની દીકરી રોહિણી ખડસેને પણ મુક્તાઈ નગરથી ભાજપે મેદાનમાં ઉતારી છે. ઘાટકોપર પૂર્વથી પરાગ શાહ વિપક્ષી પાર્ટીને ટક્કર આપતા જોવા મળ્યા હતા. ભાજપે કોલાબાથી રાહુલ નરવેકરને ટિકિટ આપી હતી.
પ્રકાશ મહેતા અને વિનોદ તાવડે બંને ભાજપના વરિષ્ઠ નેતા છે. 2014માં બીજેપી સરકાર બન્યા બાદ આ બંને નેતાઓને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા. વિનોદ તાવડે બીજેપીના વરિષ્ઠ નેતા છે અને ફડણવીસ કેબિનેટ મંત્રી છે. તાવડે બોરિવલી સીટથી વિધાયક છે.
પ્રકાશ મહેતાના સ્થાને આવ્યા પરાગ શાહ
મહારાષ્ટ્રમાં જ્યારે પણ મુખ્યમંત્રીની રેસમાં નેતાઓનું નામ ચર્ચાય છે ત્યારે તાવડેનું નામ અચૂક લેવાય છે. તેમની મહાત્વાકાંક્ષાઓ પર પણ ચર્ચાઓ શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે પાર્ટી હાઈ કમાન પણ તેમના નામ સાથે જોડાયેલી ચર્ચાથી નાખુશ છે. પ્રકાશ મહેતાની વાત કરવામાં આવે તો તેમને પણ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા બાદ તેઓએ મંત્રીપદથી રાજીનામું આપ્યું હતું. મહેતા ઘાટકોપર પૂર્વ સીટથી વિધાયક છે અને ભાજપે આ વખતે ઘાટકોપર સીટ પરાગ શાહને આપી છે.