આર્જેન્ટીના: ગર્ભપાતના કાયદાને સંસદે નામંજૂર કરતા સ્થાનિકોએ દર્શાવ્યો વિરોધ

By : kavan 03:08 PM, 10 August 2018 | Updated : 05:17 PM, 10 August 2018
આર્જેન્ટીનાના સંસદે ગર્ભપાતને કાયદેસર બનાવવાના બિલને નામંજૂર કર્યુ છે. જેના પગલે સ્થાનિકોમાં ઠેર ઠેર વિરોધ જાગ્યો છે. જેથી વિરોધના પગલે સ્થાનિકોએ બ્યૂનોસ વિસ્તારમાં સેનેટ સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતું અને આગચંપી પણ કરી હતી. 

પ્રાપ્ત વિગતો મુજબ, આ બિલમાં ગર્ભધારણના અગાઉના 14 અઠવાડિયામાં ગર્ભપાતની મંજૂરી મળી હતી. આ બિલને 14મી જૂને ચેમ્બર ઓફ ડેપ્યુટીએ મંજૂરી આપી હતી. પરંતુ સંસદમાં આ મુદ્દે મતદાન થયું.

જેમાં આ બીલ નામંજૂર કરવા માટે 38 મત અને મંજરી માટે 31 મત મળતા બિલ નામંજૂર થયું છે. જ્યારે હ્યુમન રાઈટ્સ વોચના વરિષ્ઠ અમિરીકી સંશોધનકર્તા તમારા તારાસિક બ્રોનરે જણાવ્યું કે, આ લડાઈ લાંબી છે. આને આગળ વધારવા માટે જોર આપવું જોઈએ.  

ઉલ્લેખનીય છે કે, સમાચાર એનજન્સીના જણાવ્યા અનુસાર, આ બિલ પહેલા 14 અઠવાડિયા સુધી ગર્ભપાતને મંજૂરી આપવામાં આવી હતી.  આ કાયદાને 14 જૂનના રોજ ચેમ્બર ઓફ ડેપ્યુટીઝે મંજૂરી આપી છે.

સંસદમાં આ માટે બુધવારની રાતે એક મતદાન યોજવામાં આવ્યું હતું, જેમાં 72 સીટના બિલના પક્ષમાં કુલ 31ની વિરૂધ્ધમાં 38 મત પડ્યા હતા. જો કે, 2 લોકો આ સમયે ગેરહાજર રહ્યા હતા. આ મામલે બ્રોનરે જણાવ્યું કે, જો તે આગળ નથી વધતું તો અમે તેના પર જોર દેવાનું ચાલું રાખીશું. આ મુદ્દે સાસંદોએ આ બિલ પર બુધવારે મોડી રાત સુધી ચર્ચા યથાવત રહી હતી.Recent Story

Popular Story