બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Politics / bihar political crisis may be 35 mlas can be made ministers from jdu and rjd

મહાગઠબંધન / બિહારમાં નવી સરકાર: મંત્રીમંડળમાં સામેલ થશે 35 મંત્રીઓ, 7 પાર્ટીઓ મળીને બનાવશે મહાગઠબંધન સરકાર

Pravin

Last Updated: 07:50 AM, 10 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારમાં ભાજપ-જેડીયૂની એનડીએની સરકાર પડી ગયા બાદ નવી સરકારના ગઠનને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

  • બિહારમાં નીતિશ કુમાર 8મી વખત મુખ્યમંત્રીના શપથ લેશે
  • એનડીએ સાથે ગઠબંધન તોડી મહાગઠબંધનમાં જોડાશે
  • નવી સરકારમાં કુલ સાત પાર્ટી જોડાશે

બિહારમાં ભાજપ-જેડીયૂની એનડીએની સરકાર પડી ગયા બાદ નવી સરકારના ગઠનને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બુધવારે 10 ઓગસ્ટના બપોરે બે કલાકે નીતિશ કુમાર 8મી વાર મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. તો વળી આરજેડી નેતા તેજસ્વી યાદવ બીજી વાર ડેપ્યુટી સીએમના શપથ લેશે. બિહારની 164 ધારાસભ્યોવાળી મહાગઠબંધનવાળી સરકારની ફોર્મ્યુલા લગભગ નક્કી થઈ ગઈ છે. કહેવાય છે કે, 35 ધારાસભ્યોનું એક મજબૂત મંત્રીમંડળ બનાવાની તૈયારી છે. જેડીયૂ અને આરજેડી કોટામાંથી 14-14 મંત્રી બનાવામાં આવશે. તો વળી સાત મંત્રી અન્ય પાર્ટીઓના હશે. કુલ સાત પાર્ટી આ મહાગઠબંધનમાં સામેલ થશે. 

આપને જણાવી દઈએ કે, નીતિશ કુમારે રાજ્યપાલ ફાગૂ ચૌહાણને મળીને પોતાનું રાજીનામું સોંપ્યુ, ત્યાર બાદ ડાયરેક્ટ રાબડી આવાસ પર પહોંચ્યા, જ્યાં તેની મુલાકાત તેજસ્વી યાદવ સાથે થઈ. રાબડી આવાસથી તેજસ્વી યાદવ સાથે ફરી રાજ્યપાલ પાસે પહોંચ્યા હતા. બંનેએ રાજ્યપાલને મળીને મહાગઠબંધનની સરકાર બનાવાનો દાવો કર્યો. નીતિશ કુમારે રાજ્યપાલને 164 ધારાસભ્યોના સમર્થવાળો પત્ર પણ સોંપ્યો હતો. નીતિશે દાવો કર્યાના થોડા કલાક બાદ રાજભવન તરફથી તેમને આજે શપથ માટેનો સમય આપવામાં આવ્યો છે. બપોરે બે કલાકે નીતિશ કુમારની નવી સરકારના શપથગ્રહણ યોજાશે.  

જીતનરામ માંઝીની પાર્ટીને પણ મળી જગ્યા

કહેવાય છે કે, મહાગઠબંધનમાં કુલ સાત પાર્ટીઓ સામેલ છે. જેડીયૂ, આરજેડી, કોંગ્રેસ, હમ, લેફ્ટ સહિત બે અન્ય પાર્ટીઓ પણ છે. સરકારમાં તમામ પાર્ટીઓની ભાગીદારી રહેશે. નવી સરકારમાં જેડીયૂ અને આરજેડી કોટામાંથી 14-14 મંત્રી રહેશે. તો વળી કોંગ્રેસે ત્રણ અને લેફ્ટના બે મંત્રાલય આપવામાં આશે. જીતનરામ માંઝીની પાર્ટીને પણ એક મંત્રાલય મળશે. જો કે, હાલમાં મંત્રીમંડળના વિસ્તરણની કોઈ પાક્કી ખબર સામે આવી નથી. ફક્ત મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમના શપથગ્રહણની વાત થઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ