BIG BREAKING /
1200 PSIની ભરતી પર રોક, પ્રમોશનના વિવાદને લઇ ગુજરાત હાઇકોર્ટનો સૌથી મોટો આદેશ
Team VTV01:21 PM, 18 Jan 23
| Updated: 02:02 PM, 18 Jan 23
PSIની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર, હાઈકોર્ટે 1 હજાર 200 PSIની ભરતી પર લગાવી રોક, કોર્ટમાં પડતર અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી ભરતી નહીં થાય.
PSI ભરતીમાં ખાતાકીય પ્રમોશનના વિવાદ પર સુનાવણી
હાઈકોર્ટે 1 હજાર 200 PSIની ભરતી પર લગાવી રોક
PSI મોડ 2ની ભરતી પ્રક્રિયા પર લગાવી રોક
PSI ભરતીમાં ખાતાકીય પ્રમોશનના વિવાદ પર આજે સુનાવણી યોજાઈ હતી. જેમાં હાઈકોર્ટે 1200 PSIની ભરતી પર લગાવી રોક લગાવી દીધી છે. PSIની ભરતી પર રોક લગાવવા સાથે હાઈકોર્ટે ટકોર કરી છે કે, કોર્ટમાં પડતર અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી સરકારી ભરતી નહીં થાય. આ સાથે 6 અઠવાડિયામાં પડતર અરજીનો નિકાલ કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે.
હાઈકોર્ટે અટકાવી PSI ભરતી
PSI મોડ 2ની ભરતી પ્રક્રિયા પર રોક લગાવવામાં આવી છે. 1 હજાર 200 PSIની ભરતી પર હાઈકોર્ટે રોક લગાવી છે. ખાતાકીય પ્રમોશનના વિવાદને લઈને કોન્સ્ટેબલો દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તેમની પડતર અરજીઓનો નિકાલ ન થવાના કારણે ભરતી પ્રક્રિયા પર રોક લગાવવામાં આવી છે. હાઈકોર્ટે 6 સપ્તાહ સુધીમાં આ અરજીનો નિકાલ કરવાનો આદેશ આપ્યો છે.
60થી વધુ કોન્સ્ટેબલ દ્વારા કરાઈ હતી અરજી
PSIની પ્રિલીમ પરીક્ષાના પરિણામ બાદ તેને પડકારતી અરજી હાઇકોર્ટમાં થઇ હતી. જેમાં પોલીસ ખાતાના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ (MT Department)ના 60થી વધુ કોન્સ્ટેબલ દ્વારા PSIની ભરતીમાં અનુભવના આધારે ભાગ લેવાની મંજૂરી માંગતી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. અરજીને માન્ય રાખી હાઈકોર્ટે તેમને PSIની ફિઝિકલ પરીક્ષામાં આપવા માટે છૂટ આપી હતી.
મુખ્ય પરીક્ષામાં બેસવા દેવા કરાઈ હતી અરજી
પરંતુ તેમની આ માંગ સાથે તમામને મુખ્ય પરીક્ષામાં પણ બેસવા દેવામાં આવે તેવી અરજી તેમના દ્વારા કરવામાં આવી હતી. આ અરજી હાઈકોર્ટની સિંગલ જજની બેંચમાં પેન્ડિગ છે ત્યારે આજે ડિવિઝન બેંચે સિંગલ જજને કહ્યું છે કે, 'તમે જલ્દી અરજીનો નિકાલ કરો.'
પરીક્ષામાં બેસવાની અપાઈ હતી છૂટ
12 જૂનના રોજ PSIની પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષા પહેલા થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે પોલીસખાતામાં MT સેક્શનમાં કામ કરતા કોન્સ્ટેબલ (MT Section Constable Main Exam)ને મેઈન પરીક્ષામાં બેસવાની છૂટ આપી હતી.