બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / Big player Dinesh Karthik will retire after IPL 2024 A big report came out

સ્પોર્ટ્સ / IPL 2024 બાદ નિવૃત્તિ લઇ શકે છે ટીમ ઇન્ડિયાનો આ દિગ્ગજ ખેલાડી, સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

Pravin Joshi

Last Updated: 06:07 PM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024: IPL 2024 22 માર્ચથી શરૂ થશે. આ ટૂર્નામેન્ટ બાદ એક મોટા ખેલાડીના સંન્યાસની માહિતી સામે આવી છે. ખાસ વાત એ છે કે આ ખેલાડીએ 2008થી દરેક સીઝનમાં ભાગ લીધો છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 17મી આવૃત્તિ 22 માર્ચથી શરૂ થઈ રહી છે. આ સિઝનમાં ઘણા મોટા અને દિગ્ગજ ખેલાડીઓ રમશે, જે તેમની છેલ્લી સિઝન હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગુરુવાર સવારથી એક અહેવાલની ચર્ચા થઈ રહી છે જેમાં આઈપીએલ 2024 પછી એક સ્ટાર ખેલાડીના નિવૃત્તિના સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ ખેલાડી 2008ની પ્રથમ સિઝનથી આગામી IPL 17માં કોઈને કોઈ ટીમનો ભાગ છે. તેનું નામ છે દિનેશ કાર્તિક જે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે અને હવે આઈપીએલ 2024 તેની છેલ્લી સીઝન પણ હોઈ શકે છે.

with-dhoni-in-team-i-am-just-like-first-aid-kit-says-dinesh-karthik
છેલ્લી 16 સીઝનમાં માત્ર 2 મેચ ચૂકી

એક અહેવાલમાં જણાવ્યું છે કે ભારતીય વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક તેની છેલ્લી IPL સિઝન રમવા માટે તૈયાર છે. કાર્તિક જૂનમાં 39 વર્ષનો થશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, IPL બાદ કાર્તિક પોતાની ઈન્ટરનેશનલ કરિયર વિશે પણ નિર્ણય લઈ શકે છે. દિનેશ કાર્તિક એ સાત ખેલાડીઓમાંથી એક છે જેણે સતત પ્રથમ સિઝનથી IPLમાં ભાગ લીધો છે. ખાસ વાત એ છે કે કાર્તિક છેલ્લી 16 સિઝનમાં માત્ર બે મેચ જ મિસ કરી શક્યો છે. દિનેશ કાર્તિક આઈપીએલના ઈતિહાસમાં માત્ર અનુભવી અને સૌથી વૃદ્ધ ખેલાડી નથી, તે સૌથી નિયમિત ખેલાડી પણ છે. 2008માં તેની પ્રથમ સિઝનમાં તે એક મેચ ચૂકી ગયો હતો. તે સમયે તે દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) નો ભાગ હતો. તે પછી કાર્તિક 2023 માં ગ્રુપ સ્ટેજની બીજી મેચ ચૂકી ગયો જ્યારે તે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે આરસીબી તરફથી રમ્યો ન હતો.

કોલકત્તા નાઈટ રાઈડર્સે ફાઈનલમાં સ્થાન પાક્કુ કર્યુ, પરંતુ દિનેશ કાર્તિકના  કારણે કોલકત્તાને લાગ્યો ઝાટકો | ipl 2021 dinesh karthik reprimanded for  breaching ipl ...

છેલ્લી સિઝન સારી રહી ન હતી

દિનેશ કાર્તિકે 2023ની IPL સિઝનમાં કંઈ ખાસ પ્રદર્શન કર્યું ન હતું. તે આખી સિઝનમાં માત્ર 140 રન જ બનાવી શક્યો હતો. તેની શાનદાર રમત 2022માં જોવા મળી હતી. તેણે 55ની એવરેજથી 330 રન બનાવ્યા હતા. આ જ કારણ હતું કે તેને T20 વર્લ્ડ કપ 2022 માટે ટીમમાં જગ્યા મળી. જોકે, તે ટુર્નામેન્ટમાં કાર્તિક 3 ઇનિંગ્સમાં માત્ર 14 રન જ બનાવી શક્યો હતો. ત્યારથી તે ટીમ ઈન્ડિયાની બહાર છે.

Dinesh Karthikએ કહ્યું આ ધાકડ બેટર છે 'વિરાટ' વિકલ્પ, અંદાજ જોઈ કહેશો  અનુમાન સાચું | dinesh karthik told this dashing batsman a great alternative  to virat kohli his style is unique dinesh

વધુ વાંચો : રાજનીતિમાં 'દાદા'ની એન્ટ્રી! બંગાળથી ચૂંટણી લડવાની તૈયારીમાં સૌરવ ગાંગુલી, જાણો કઈ પાર્ટી આપી શકે છે ટિકિટ

દિનેશ કાર્તિકનો આઈપીએલ રેકોર્ડ

દિનેશ કાર્તિક આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર અને સર્વશ્રેષ્ઠ વિકેટકીપર છે. તેણે 242 મેચમાં 4516 રન બનાવ્યા હતા. IPLમાં તેના નામે 20 અડધી સદી છે. આ સિવાય દિનેશ કાર્તિકે વિકેટ પાછળ અદ્ભુત પ્રદર્શન કર્યું અને અત્યાર સુધીમાં આ ટૂર્નામેન્ટમાં કુલ 133 કેચ અને 36 સ્ટમ્પિંગ કર્યા છે. કાર્તિક 2018 થી 20 સુધી IPLમાં KKRનો કેપ્ટન હતો. આ પહેલા પણ તેણે છ મેચમાં કેપ્ટનશિપ કરી હતી. તેની પાસે કેપ્ટનશિપનો રેકોર્ડ છે. 43 મેચમાંથી 21 જીત અને 21 હાર. જ્યારે એક મેચ ટાઈ રહી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ