Big mishap happened to the woman who jumped for bungee jumping
SHOCKING VIDEO /
કાળજું કઠણ હોય તો જ આ VIDEO જોવો! બંજી જમ્પિંગ માટે કૂદી મહિલા, અને થઈ મોટી દુર્ઘટના
Team VTV12:19 PM, 12 Oct 21
| Updated: 12:22 PM, 12 Oct 21
ઘણા લોકોને એડવેન્ચર ગેમ્સમાં ભાગ લેવો ખુબ પસંદ હોય છે પરંતુ તે ઘણીવાર ખતરનાક સાબિત થઇ શકે છે.
એડવેન્ચર ખતરનાક સાબિત થયું
મહિલાના જીવવની અંતિમ ગેમ સાબિત થઇ
એડવેન્ચર કરતાં પહેલા ધ્યાન રાખજો
એડવેન્ચર અંદરથી એક ઉર્જા પ્રદાન કરે છે અને રોમાંચનો પણ અનુભવ થાય છે. કેટલીક વાર આ વસ્તુમાં જોખમ પણ સાબિત થાય છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક મહિલા એડવેન્ચર ગેમમાં ભાગ લઇ રહી છે અને આ ખેલ તેના જીવનનો અંતિમ ખેલ બની જાય છે.
કઝાકિસ્તાનમાં રહેતી એક મહિલા યેવજીનીયા કે જે 33 વર્ષની છે. તે ત્રણ બાળકોની માતા હતી. બે દિકરા અને એક તેમના સંબંધીનો દિકરો કે જેની મોત થઇ ગઇ છે. યેવજીનીયા પોતાના પતિ અને મિત્રો સાથે કારાગંડા શહેરના એક હોટલમાં ગઇ હતી. જેની છત પર બંજી જંપિંગ કરાવવામાં આવતું હતું. તેમાં એક શખ્સને રસ્સી બાંધવામાં આવે છે અને ઉંચાઇ પરથી નીચે પાડવામાં આવે છે. જે બાદ તે હવામાં ઝુલે છે. યેવજીનીયાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે બંજી જંપિંગ કરતી જોવા મળે છે પરંતુ તેની સાથે એક દુર્ઘટના ઘટી જાય છે.
રિપોર્ટ પ્રમાણે મહિલાનો પતિ તેનો વીડિયો શૂટ કરી રહ્યો હતો, મહિલા છત પર દોરડું બાંધીને ઉભી હતી ત્યાં અચાનક તે નીચે ઝંપલાવે છે જો કે, દોરડું મજબૂત નહીં હોવાને કારણે તે જમીના લટકવાને બદલે નીચે જમીન પર પડી અને દિવાલ સાથે ટકરાઈ હતી. જો કે, ઘટનાસ્થળે હાજર લોકોએ તેને બચાવી લીધી હતી.
નીચે પડતા જ તે ઈજાગ્રસ્ત થઈ હતી માટે તેને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી. જો કે, સારવાર દરમિયાન તેનું મૃત્યું થયું હતું. જાણવા મળ્યું છે કે,પહેલા પણ આ મહિલા અનેક વખત બંજી જંપિંગ કરી ચૂકી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.