ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / big gambling police raided begampura surat 99 gamblers arrest
ADVERTISEMENT
ADVERTISEMENT
હાલ કોરોના સંકટ વચ્ચે સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને પોલીસને મોટી સફળતા મળી છે. સુરતના બેગમપુરામાં તુલસી ફળિયામાં એક મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ અને પોલીસે બાતમીના આધારે મોટી રેડી પાડી હતી. મહત્વનું છે કે, સેન્સિટીવ વિસ્તાર હોવાથી સ્ટેટની ટીમે સ્થાનિક પોલીસની પણ મદદ માંગી હતી. પોલીસે શટર તોડી રેડ કરી હતી.

ADVERTISEMENT
બેગમપુરા વિસ્તારમાં તુલસી ફળિયામાં સિલાય મશીનના કામની આડમાં ચાલતાં જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન 99 શકુનીઓને તો રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સાથે મોબાઇલ, લાખો રૂપિયાના મુદ્દામાલ સહિત તમામને ઝડપી પાડવામાં આવ્યા છે. પરંતુ આ જુગારધામ નામચીન આસિફ ગાંડા દ્વારા ચલાવવામાં આવતું હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ત્યારે આ આસિફ ગાંડા સહિત અન્ય બે લોકો ફરાર થયા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે 99 આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT
મહત્વનું છે કે, હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે તેવામાં સાવચેત રહેવા અને સંક્રમણ અટકાવવાના બદલે જુગારીઓ કોરોના ડર વિના જ મોટી સંખ્યામાં જુગાર રમવા ભેગા થતા હતા. આ એર કન્ડિશનર બિલ્ડિંગમાં બન્ને માળમાં અલગ અલગ પ્રકારના જુગાર રમાડવામાં આવતા હતા.
ADVERTISEMENT
ત્યારે અનેક સવાલ થાય છે કે, શું આ જુગારધામ અત્યાર સુધી કોની રહેમનજર નીચે ચાલતું હતું. અત્યાર સુધી કેમ કોઇ કાર્યવાહી ન થઇ. શું આ જુગારધામ સાંઠગાંઠથી ચાલતું હતું. શું જુગારીઓને મહામારી નથી નડતી? કોરોના કાળમાં કેમ ધમધમે છે ક્લબ?
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT