બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Big decision of the state government regarding health workers

હડતાળનો અંત? / BIG NEWS : 4 હજારનો ઉચ્ચક પગાર વધારો, રજા પગાર અપાશે, આરોગ્ય કર્મીઓને લઇને રાજ્ય સરકારનો મોટો નિર્ણય

Vishnu

Last Updated: 08:27 PM, 22 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

42 દિવસથી આંદોલન પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઑની મોટાભાગની માંગણી ગુજરાત સરકારે સ્વીકારી

  • આરોગ્યકર્મીઓને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
  • રૂ.4 હજારનો ઉચ્ચક પગાર વધારો જાહેર કરાયો
  • ટ્રાવેલ્સ એલાઉન્સ અને 130 દિવસના રજા પગાર અપાશે

આંદોલન પર ઉતરેલા આરોગ્યકર્મીઓને લઇ રાજ્ય સરકારે  મહત્વનો નિર્ણય કર્યો છે. આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે આરોગ્યકર્મીઓને રૂ.4 હજારનો ઉચ્ચક પગાર વધારો મળશે. ટ્રાવેલ્સ એલાઉન્સ અને 130 દિવસના રજા પગાર અપાશે. બે દિવસમાં રાજ્ય સરકાર માંગણી સ્વીકારવાનો ઠરાવ કરશે.આ જાહેરાત કરતાં સરકારે આરોગ્ય કર્મચારીઓને સેવા પર પરત ફરવા વિનંતી કરી છે. 

  • 4 હજારનો માસિક ઉચ્ચક વધારો 
  • HRA - મેડિકલ અલાઉન્સી માંગણીઓ સ્વીકારી 
  • 130 દિવસ કોરોનાના રજા પગારની માંગણી સ્વીકારી છે
  • PTAની માંગણીનો સ્વીકાર 
  • જે કર્મચારીઓ કોરોનામાં સેવા પર હતા તેમને લાભ મળશે
  • આ બાબતે બે દિવસમાં ઠરાવ થશે
  • અગાઉના નિર્ણય મુજબ સરકારે ગ્રેડ-પે ની માગણી માટે કમિટીની રચના કરી છે

મહત્વનું છે કે છેલ્લા 42 દિવસથી આરોગ્યકર્મીઓ હડતાળ પર ઉતર્યા હતા. જે બાદ આંદોલન માટે રચાયેલી 5 મંત્રીઓની કમિટી સતત આરોગ્યકર્મીઓના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. કારણ કે કર્મચારીઓની હડતાળને લઇ અનેક સેવાને અસર પડી રહી છે. ટીબી, મેલેરિયા, ચીકનગુનિયા, કોરોનાની કામગીરી પર અસર થાય છે. PM JAY કાર્ડ કઢાવવાની કામગીરીમાં પણ વિલંબ જોવા મળી રહ્યો છે. જેથી સરકારે આડકતરી રીતે એ પણ કહ્યું છે કે ઉપરોક્ત નિર્ણયનો લાભ તેણે જ મળશે જે આવતીકાલની સેવામાં જોડાશે.

કર્મચારીઓની માગ શું હતી?

  • ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ હડતાળ
  • ગ્રેડ-પે સહિતના મુદ્દાઓને લઇ ચોથી વખત આરોગ્ય કર્મચારીઓની હડતાળ
  • 2017, 2019 અને 2021માં કર્મચારીઓ માંગણીઓને લઇ હડતાળ કરી હતી
  • અગાઉ સરકારે માંગણીઓનું સમાધાન માટે આપ્યું હતું આશ્વાસન
  • આરોગ્ય કર્મચારીઓની ગ્રેડ-પે રૂપિયા 1 હજાર 900 થી વધારી રૂપિયા 2 હજાર 800 કરવા માગ
  • કોવિડ સમયમાં કરેલા કામનું ભથ્થુ આપવા માગ
  • ફેરણી ભથ્થુ (PTA) આપવા કર્મચારીઓની માગ

પ્રવકતા મંત્રી  જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, કર્મચારીઓ સરકારનું અભિન્ન અંગ છે અને રાજ્ય સરકારે કર્મચારીઓના હિતમાં અનેકવિધ નિર્ણયો પણ લીધા છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આજે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ૪૨ દિવસથી આરોગ્ય અને પંચાયત વિભાગ હસ્તકના FHW,FHS, MPHW અને MPHS કર્મીઓ ફરજ ઉપર ગેરહાજર રહ્યા હોવાથી રાજ્યના ગરીબ અને જરૂરતમંદ સામાન્ય નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓમાં ખૂબ જ માઠી અસર થઈ રહી છે. નાગરિકોને હાલાકી ન પડે તે હેતુથી તેમજ કોરોના મહામારી સહિતની આરોગ્યલક્ષી સંકટ સમયે મહત્વપૂર્ણ યોગદાનના સન્માન રૂપે આ હેલ્થ વર્કર કર્મચારીઓની કેટલીક વ્યાજબી અને મહત્વપૂર્ણ માંગણીઓ રાજ્ય સરકારે સ્વીકારી આવતી કાલથી જ ફરજ પર હાજર થઈ જવા મંત્રીએ અનુરોધ કર્યો છે.

૧૫ જેટલા નિર્ણયોના લાભો પણ આરોગ્યકર્મીઓને મળશે: વાઘાણી
પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રીના દિશાનિર્દેશ હેઠળ મંત્રીમંડળના સભ્યોની રચાયેલ કમિટીના સભ્યોએ આ કર્મચારી મંડળના આગેવાનો સાથે તબક્કાવાર બેઠકો યોજી છે અને તંદુરસ્ત સંવાદ સાથે વ્યાજબી માંગણીઓ પણ કલાકો સુધી ચર્ચાઓ પણ થઈ છે.આજે નાણાં મંત્રી  કનુ દેસાઈ, આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલ, આરોગ્ય રાજ્ય મંત્રી  નિમિષા સુથાર તેમજ પંચાયત રાજ્ય મંત્રી  બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં પ્રવક્તા મંત્રી  વાઘાણીએ રાજય સરકારે લીધેલા નિર્ણયો અંગે માહિતી આપતા જણાવ્યું કે, હેલ્થ વર્કર કર્મચારીઓના પગારમાં માસિક રૂ.૪ હજારનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત આ હેલ્થ વર્કર કર્મીઓને ૧૩૦ દિવસનો કોવિડ ડયુટીનો રજા પગાર પણ આપવામાં આવશે. જ્યારે PTA ફેરણી ભથ્થા અંગેની આ કર્મચારી મંડળની માંગ સ્વીકારીને ૮ કિ.મીની મર્યાદા દૂર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.તાજેતરમાં કર્મચારીહિતલક્ષી લેવાયેલા ૧૫ જેટલા ઐતિહાસિક નિર્ણયોના લાભો પણ આ તમામ કર્મચારીઓને મળવાના જ છે ત્યારે સાતમા પગાર પંચ મુજબના ભથ્થાના લાભ મળવા સહિતના લેવાયેલા વિવિધ નિર્ણયો અંતર્ગત ઠરાવો પણ આગામી ત્રણ દિવસમાં થઈ જશે.

કોણ કોણ હડતાળમાં જોડાયું છે?
ગુજરાતના 33 જિલ્લાના આરોગ્યના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, THS, THV અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર જેવા પંચાયતના આરોગ્યલક્ષી તમામ કર્મી તેમજ ફિલ્ડ કર્મચારીઓ  હડતાળમાં જોડાયા છે 
 

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar news Jitu Vaghani health workers strike આરોગ્યકર્મી પગાર વધારો આરોગ્યકર્મી હડતાળ જીતુ વાઘાણી health workers strike
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ