બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bhupendrasinh Chudasama made a big statement regarding the alleged obscene clip of BJP leader Parbat Patel.

રાજકારણ / ભાજપ નેતા પરબત પટેલની કથિત અશ્લિલ ક્લિપને લઈ ભૂપેન્દ્રિસિંહ ચુડાસમાએ આપ્યુ મોટું નિવેદન

Kiran

Last Updated: 03:43 PM, 11 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરબત પટેલના કથિત વાયરલ વીડિયો મામલે પણ ભૂપેન્દ્રસિંહે મહત્વનું નિવેદન આપ્યું જેમા તેમણે કહ્યું કે પરબત પટેલ એક સન્માનનિય વ્યક્તિ છે. તેમની સામે કોઈએ ષડયંત્ર રચ્યું છે.

  • પરબત પટેલના કથિત વાયરલ વીડિયોનો મામલો 
  • કથિત વીડિયો મુદ્દે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન 
  • પરબતભાઈએ સન્માનનિય વ્યક્તિ છેઃ ભૂપેન્દ્રસિંહ

બનાસકાંઠાથી ભાજપના સાંસદ પરબત પટેલનો કથિત ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પરબત પટેલના કથિત વાયરલ વીડિયો મામલે પણ ભૂપેન્દ્રસિંહે મહત્વનું નિવેદન આપ્યું જેમા તેમણે કહ્યું કે પરબત પટેલ એક સન્માનનિય વ્યક્તિ છે. તેમની સામે કોઈએ ષડયંત્ર રચ્યું છે. 



પરબત પટેલના કથિત વાયરલ વીડિયોનો મામલો 

મહત્વનું છે કે પરબત પટેલનો કથિત ફોટો ભાચર ગામના મઘાભાઈ પટેલ નામના વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જો કે 15 ઓગસ્ટના દિવસે 12:39 કલાકે વીડિયો જાહેર કરવાની ધમકી આપી છે. મહત્વનું છે કે આ વ્યક્તિએ વીડિયોમાં કયા નેતા નામ સંડોવાયેલું છે  છે તેનું નામ જાહેર કર્યું નથી. પરંતુ વીડિયો જાહેર કરવાની વાત કરનારા મઘાભાઈ પટેલે કહ્યું કે, તે તમને 15 ઓગસ્ટના દિવસે ખબર પડી જશે.

ફોટોમાં છેડછાડ કરીને વાયરલ કરાયા

કથિત વીડિયોમાં સાંસદ પરબત પટેલ યુવતી સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળે છે. પણ અન્ય વ્યક્તિ કોણ છે તે ફલિત થતું નથી. જો કે સમગ્ર મામલે સાંસદ પરબત પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું કે વીડિયો છેડછાડ કરીને રજૂ કરવામાં આવ્યો છે. 



મોટા નેતાની સીડી હોવાનો દાવો 

મઘાભાઈ પટેલે થોડા દિવસ અગાઉ એક પણ દાવો કર્યો છે કે તેમની પાસે ભાજપના એક મોટા નેતાની સીડી હોવાનો દાવો કરાયો છે આ સીડીમાં પાલનપુર સર્કિટ હાઉસમાં નેતાજીની રંગ રેલીયા મનાવતા હોય તેવા દ્રશ્યો હોવાની વાત કરવામાં આવી રહી છે.મઘાભઆઈ પટેલે 15 ઓગસ્ટે વીડિયો જાહેર કરવાની વાત કરી છે. વધુમાં તેઓ કહે છે કે  નેતાઓ ભાષણોમાં અલગ વાત કરે છે પરતું તેમની કરણી અને કથનીમાં ફરક હોય છે. જો કે  સમગ્ર વીડિયો અને કથિત ફોટો અંગે VTV ન્યૂઝ કોઈ પુષ્ટી કરતું નથી. 

ગુજરાતમાં શાળાઓ શરૂ કરવાના સંકેત 

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે. અને જનજીવન ધીમે ધીમે રાબેતા મુજબ થઈ રહ્યું છે. ત્યારે રાજ્યમાં પ્રાથમીક શાળો શરૂ કરવાને લઈને શિક્ષણ મંત્રીએ મોટા સંકેત આપ્યા છે. ખાસ કરીને શિક્ષણમંત્રીએ હવે તે સંકેત આપી દીધા છે, કે સરકાર 15 ઓગસ્ટ પછી સ્કૂલો ખોલવા બાબતે વિચારી રહી છે. આ બાબતે 15 ઓગસ્ટ બાદ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવશે. જેમા ધોરણ 6 થી 8ના સ્કૂલો ખોલવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવે તેની પૂરેપૂરી શક્યતા છે. ઉપરાંત સુરતની ગજેરા સ્કુલ મુદ્દે પણ શિક્ષણમંત્રીએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે સ્કૂલને નોટિસ આપવામાં આવી છે. જેથી તેઓ જ્યારે જવાબ રજૂ કરશે ત્યારે કાર્યવાહી કરવામાં આવશે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ