બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / best systematic investment plan start investing 4500 rupees and get 1 crore rupees fund

ઈન્વેસ્ટમેન્ટ / આ સ્કીમમાં કરશો 4500 રૂપિયાનું રોકાણ તો બની શકશો ઝડપથી કરોડપતિ, જાણો કેવી રીતે

Bhushita

Last Updated: 11:41 AM, 18 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP- Systematic Investment Plan) ની મદદથી થોડા રોકાણથી કરોડપતિ બની શકાય છે. ઓછા સમયમાં સારું રિટર્ન આપનારો આ બેસ્ટ ઓપ્શન છે.

  • ઓછા સમયમાં મેળવી શકો છો સારું રિટર્ન
  • નાના રોકાણે બની શકો છો ઝડપથી કરોડપતિ
  • Systematic Investment Plan કરશે  મદદ

 

દેશમાં ફેલાયેલી કોરોના મહામારીમાં જો તમે થોડા રૂપિયા લગાવીને કરોડપતિ બનવાનું વિચારો છો તો તમારું સપનું ઝડપથી પૂરું થઈ શકે છે. તમે Systematic Investment Planની મદદથી કરોડપતિ બની શકો છો. આ એક ઓછા રોકાણનો સારું રિટર્ન આપનારો ઓપ્શન છે. શેરબજારની ઉંચાઈ અને ઘટાડાની અસર પણ આ રિટર્નમાં જોવા મળે છે.   એક્સપર્ટનું માનવું છે કે જો કોઈ રોકાણકાર Systematic Investment Planથી વધારે રિટર્ન મેળવવા ઈચ્છે છો તો તેણે લોન્ગ ટર્મમાં રોકાણ કરવું જોઈએ. આ સાથે Systematic Investment Planમાં કમ્પાઉન્ડિંગનો લાભ પણ લઈ શકો છો. આ સાથે એક્સપર્ટ 15-20 વર્ષ સુધી રોકાણ કરવાની સલાહ આપે છે.  


 
મળશે 15-20 ટકાનું રિટર્ન
માર્કેટ એક્સપર્ટના આધારે તમે 20 વર્ષ માટે તેમાં રોકાણ કરો છો તો તેની પર 15-20 ટકાનું રિટર્ન મળે છે. સાથે તેની પર નક્કી થાય છે કે રોકાણકારે કેવી Systematic Investment Planને પસંદ કર્યો છે. જો યોગ્ય સમયે યોગ્ય Systematic Investment Plan લેવાશે તો 15-20 ટકાનું રિટર્ન સરળતાથી મળે છે.  
 

કેવી રીતે કરવાનું રહેશે રોકાણ
જો તમે એસઆઈપીમાં 4500 રૂપિયાનું રોકાણ કરો છો તો 15 ટકાના રિટર્નની આશા રાખી શકો છો. આ રોકાણ 20 વર્ષ માટે કરવાનું છે. Systematic Investment Planની મદદથી તેની પર મળનારા કુલ રિટર્નની વાત કરીએ તો 20 વર્ષના અંતમાં તમે 68,21,797.387 રૂપિયાના માલિક બની શકો છો. અહીં એક ટ્રિકની મદદથી તમે તેને 1 કરોડ રૂપિયામાં બદલી શકો છો. 

કેવી રીતે બનશે 1 કરોડનું ફંડ
જો તમે આ ફંડને 1 કરોડમાં ફેરવવા ઈચ્છો છો તો તમારે દર મહિને 500 રૂપિયાનું ટોપ અપ વધારવાનું રહેશે. તેની મદદથી તમે સરળતાથી કરોડપતિ બની શકો છો. આ ટ્રિકને તમે ઉપયોગમાં લેશો તો દર મહિને 4500 રૂપિયાના રોકાણથી 20 વર્ષ બાદ મેચ્યોરિટીના સમયે તમે 1,07,26,921.405 રૂપિયા મેળવી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Fund SIP systematic investment plan ઈન્વેસ્ટમેન્ટ કરોડપતિ પ્લાન બિઝનેસ ન્યૂઝ રોકાણ systematic investment plan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ