બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / benefits of nutmeg effective for digestion problem also relieves many other diseases

ઘરેલૂ ઉપાય / પાચન, હરસ અને શરદી તથા તાવમાં ઉપયોગી છે રસોઈની આ 1 ચીજ, આજથી જ કરો ઉપયોગ શરૂ

Bhushita

Last Updated: 02:28 PM, 18 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાયફળનું વિજ્ઞાનિક નામ મેરિસ્ટિકા ફ્રેગ્રેન્સ છે. તે એક એશિયન ફળ છે. સામાન્ય રીતે ઇન્ડોનેશિયાની પાસે ટાપુઓમાં અને દક્ષિણ ભારતમાં જોવા મળે છે. જાયફળનાં મોટાં વૃક્ષો ભારતમાં કોંકણ, કર્ણાટક, મલબાર, મદ્રાસ, નીલગીરી અને બંગાળમાં તથા જાવા, મલાયા, સુમાત્રા, સિંગાપુર અને ચીનમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. જાયફળનાં વૃક્ષોને ગોળાકાર અને કંઈક લાંબાં ફળ આવે છે. એને જ આપણે જાયફળ કહીએ છીએ. જાયફળ એક બીજ છે જે ઘણા રોગોમાં અસરદાયક સાબિત થાય છે. જાણી લો જાયફળના ગુણધર્મો અને કયા રોગમાં લાભદાયી છે તે વિશે.

  • જાયફળના છે આ મોટા ફાયદા
  • અનેક રોગોમાં ઉપયોગી છે જાયફળ
  • આ જગ્યાએ મોટા પ્રમાણમાં થાય છે જાયફળ

આયુર્વેદ પ્રમાણે જાયફળ સ્વાદમાં કડવું અને તીખું, ગરમ, તીક્ષ્ણ, પચવામાં હળવું, ભૂખ લગાડનાર, કફ અને વાયુનાશક, સ્વરને સુધારનાર, મળાવરોધક તથા ઉધરસ, ઊલટી, દમ, તાવ, અનિદ્રા, અજીર્ણ, હૃદયરોગ, મુખ-દુર્ગંધ વગેરેને મટાડનાર છે. જાવંત્રી સ્વાદમાં મધુર અને તીખી, ગરમ, હલકી, રુચિકારક, ત્વચાનો વર્ણ સુધારનાર, કામોત્તેજક તથા કફ, ખાંસી, દમ ઊલટી, કૃમિ અને આંતરડાનાં જૂનાં દર્દોને મટાડનાર છે. રાસાયણિક દૃષ્ટિએ જાયફળ-જાવંત્રીમાં એક ઉડનશીલ તેલ, એક સ્થિર તેલ, પ્રોટીન, સ્ટાર્ચ, ખનિજદ્રવ્યો વગેરે રહેલાં છે. સ્થિર તેલમાં એક સુગંધિત દ્રવ્ય રહેલું હોય છે. જે જાયફળને તેની વિશિષ્ટ સુગંધ આપે છે.

હરસમાં છે ઉપયોગી

જાયફળ હરસ અને કબજિયાતમાં રામબાણ સાબિત થાય છે. જાયફળને દેશી ઘીમાં ભેળી દો અને પછી ખાઓ.હવે તેને પીસી લો અને તેને લોટમાં ભેળી દો. મિશ્રણ તૈયાર કર્યા પછી ફરીથી તેને દેશી ઘી માં શેકો અને ખાંડ સાથે રોજ સવારે ખાલી પેટ એક ચમચી પીવો. આ મિશ્રણનો નિયમિત વપરાશ કરવાથી હરસના રોગથી છુટકારો મળશે.

સંધિવાના રોગમાં કરશે મદદ

જો તમને સાંધાનો દુઃખાવો રહેતો હોય અથવા સંધિવાની તકલીફ હોય તો જાયફળનું તેલ કાઢી લો અને રોગગ્રસ્ત અંગો પર મસાજ કરો. આ ઉપરાંત, જાયફળનો ઉકાળો બનાવી અને તેમાં લવિંગ ભેળવીને પીવાથી આ સમસ્યાને મૂળમાંથી દૂર કરે છે.

શરદી તાવ માટે

શરદી અને તાવ માટે જાયફળ શ્રેષ્ઠ આયુર્વેદિક દવા માનવામાં આવે છે.  જાયફળ અને જાવંત્રીને એકસાથે ભેળવ ને પીસી દો. હવે તેને કાપડમાં બાંધી અને સૂંઘવાથી તાવમાં રાહત મેળવવામાં મદદ કરશે. જો તમે આ મિશ્રણને મધ સાથે મિક્સ કરીને તેને પાણીથી લેવાથી શરદી તાવ અને ઉધરસ જેવા રોગોથી છુટકારો મેળવી શકો છો.

એસિડિટીમાં છે લાભદાયી

ઘણીવાર શરીરમાં એસિડની માત્રામાં નોંધપાત્ર વધારો થાય છે. જેના લીધે છાતીમાં બળતરા થાય છે એટલે કે એસિડિટીની સમસ્યા થાય છે. આ માટે તમે જાયફળ, સૂંઠ અને જીરાને પીસીને તેનું ચૂરણ તૈયાર કરો. હવે ભોજન પછી આ ચૂર્ણને પાણી સાથે લો. તે તમારા પેટમાં ગેસ અને છાતીના બળતરાની સમસ્યાઓ દૂર કરશે.

માથાના દુઃખાવામાં આપશે લાભ

માથાનો દુઃખાવો ટાળવા માટે ઘણા લોકો વિવિધ પ્રકારની કિંમતી દવાઓ વાપરે છે, પરંતુ છુટકારો મેળવી શકતા નથી.પરંતુ જો જાયફળ દૂધમાં ઉમેરી ને તેલ ની જેમ માથામાં લગાવવામાં આવે છે, તો તમને તરત જ માથાના દુઃખાવવામાં રાહત મળશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Health News Nutmeg diseases ઉપયોગ જાયફળ તાવ ફાયદા માથાનો દુઃખાવો શરદી સંધિવા હેલ્થ ટિપ્સ Home Remedies
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ