ફાયદાકારક / શિયાળામાં રોજ ગાજર ખાઈ લેશો તો મળશે જબરદસ્ત ફાયદા, આટલા રોગો રહેશે દૂર

Benefits Of Eating Carrot in winter

હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે શિયાળામાં ગાજર ખાવાની મજા જ કંઈક જુદી હોય છે. ગાજર આ ઋતુ દરમિયાન ખૂબ જ જ્યૂસવાળા અને સ્વાદમાં મીઠાં આવે છે. અને તેનો રંગ પણ ઘેરો લાલ હોય છે. એક મીડિયમ સાઇઝના ગાજરમાં 25 કેલેરી હોય છે. 6 ગ્રામ કાર્બ અને 2 ગ્રામ ફાઇબર્સ આવેલાં છે. તેમાં ખાસ કરીને વિટામિન 'એ' ભરપૂર પ્રમાણમાં આવેલું છે. તેમાં આવેલું વિટામિન 'એ' દિવસની જરૂરિયાત કરતાં 200% વધુ હોય છે. તેમાં આવેલું બીટા કેરોટીન આપોઆપ જ વિટામિન 'એ'માં ફેરવાઈ જાય છે. જેટલું વધુ ઘાટા કલરનું ગાજર હોય તેટલું બીટા કેરોટીન તેમાં વધુ આવેલું છે. ચાલો જાણીએ ફાયદા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ