બ્રેકિંગ ન્યુઝ
VTV / Be careful if your child is playing PUBG! The youth killed the child to play the game
ParthB
Last Updated: 07:07 PM, 7 July 2022
ADVERTISEMENT
આરોપીએ 6 વર્ષના બાળકની કરી ઘાતકી હત્યા
ADVERTISEMENT
આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, હરખૌલી ગામનો રહેવાસી સંસ્કાર યાદવ ત્રણ બહેનોનો એકમાત્ર ભાઈ હતો. તે દરરોજ ગામના નરસિંહ શર્માના ઘરે કોચિંગ ભણવા જતો હતો. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, સંસ્કાર બુધવારે બપોરે કોચિંગ માટે ગયો હતો, પરંતુ ઘરે પાછો આવ્યો ન હતો. આનાથી પરિવારજનો ગભરાઈ ગયા અને તેની શોધખોળ શરૂ કરી, પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. જ્યારે પિતા કોચિંગ સેન્ટર ગયા ત્યારે તેમને માહિતી મળી કે બુધવારે સંસ્કાર ભણવા આવ્યો ન હતો.
આરોપીની પૂછપરછ સામે આવી ચોંકાવનારી બાબત
આ પછી પરિવારે તેને શોધવાનું શરૂ કર્યું. મોડી સાંજે ગામના જ એક ખેતરમાંથી એક પત્ર મળી આવ્યો હતો. જેના પર લખ્યું હતું કે છોકરાના પિતા ગોરખ યાદવ પાંચ લાખ રૂપિયાની વ્યવસ્થા કરો, નહીંતર તમારા છોકરાને છોડવામાં આવશે નહીં. આ પત્ર મળતાની સાથે જ પરિવાર સહિત સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ SP સંકલ્પ શર્મા રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યારે પોલીસ ટીમે વિદ્યાર્થીની શોધ શરૂ કરી અને કોચિંગ ભણાવતા શિક્ષકના પૌત્રની પૂછપરછ કરી ત્યારે તેણે ગુરુવારે સવારે સત્ય ઉજાગર કર્યું. તેણે જણાવ્યું કે ગુમ થયેલા વિદ્યાર્થીનો મૃતદેહ શિક્ષકના ઘરના દરવાજા પાસે આવેલા ટોયલેટમાં છે. પોલીસે ઘટનાના કારણ અંગે પૂછપરછ કરી તો ચોંકાવનારી બાબત સામે આવી.
આરોપી દાદા-દાદીને જેલમાં મોકલવા માટે કરી હત્યા
આરોપી અરુણ શર્મા (18)ને PUBG રમવાની લત છે. આ માટે દાદા અવારનવાર દાદી પાસે પૈસા માગતા. આના પર દાદા અને દાદી રોજ ઠપકો આપતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલા આરોપી આત્મહત્યા કરવા માટે રેલવે લાઇન પાસે પહોંચ્યો હતો. પરંતુ લોકો તેને સમજાવીને પરત મોકલ્યો હતો. મહત્વનું છે કે, પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેણે ગુનો કબૂલતી વખતે પોલીસને કહ્યું છે કે તેણે દાદા અને દાદીને જેલમાં મોકલવા માટે સંસ્કાર યાદવની હત્યા કર્યા બાદ શૌચાલયમાં લાશ છુપાવી દીધી હતી. જેથી બીજા દિવસે મૃતદેહ મળી આવે ત્યારે હત્યાનો આરોપ દાદા અને દાદી પર નાખવો જોઈએ. ઘટનાના દિવસે જ્યારે સંસ્કાર કોચિંગ માટે ઘરેથી નીકળ્યો હતો ત્યારે રસ્તામાં તેને મળી ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.