બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / BCCI Secretary Jay Shah announces Rs 5 crore prize money for Women's U19 cricket team

મહેનતનું ફળ / ટી-20 વર્લ્ડ કપ જીતનારી મહિલા ક્રિકેટ ટીમ પર જય શાહ મહેરબાન, જાહેર કર્યું મોટું ઈનામ

Hiralal

Last Updated: 09:10 PM, 29 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે અંડર-19 ટી-20 વર્લ્ડ કપ જીતનારી ક્રિકેટ ટીમ અને સપોર્ટ સ્ટાફ માટે 5 કરોડના ઈનામની જાહેરાત કરી છે.

  • અંડર-19 ટી-20 વર્લ્ડ કપ જીતનારી ક્રિકેટ ટીમ માટે ઈનામનું એલાન
  • ટીમ અને સપોર્ટ સ્ટાફને મળશે 5 કરોડનું ઈનામ
  • જય શાહે મહિલા ટીમને  મોદી સ્ટેડિયમમાં આવવાનું આપ્યું આમંત્રણ 
  • બીસીસીઆઈ સેક્રેટરી જય શાહનું ટ્વિટ 

ઈંગ્લેન્ડને હરાવીને અંડર-19 ટી20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય મહિલા ટીમ માટે મોટા ઈનામની જાહેરાત કરાઈ છે. ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે ટ્વિટ કરીને ટીમને અભિનંદન આપતાં તેમને માટે 5 કરોડના ઈનામની જાહેરાત કરી હતી. 

મહિલા ટીમને અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આવવાનું આમંત્રણ 
જય શાહે ટીમની જીતની ઉજવણી કરવા માટે દેશ પરત ફરતાં સમગ્ર ટીમને અમદાવાદના વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પણ આમંત્રણ આપ્યું છે, જ્યાં ટીમનું સન્માન કરવામાં આવશે. આ સ્ટેડિયમમાં મેન્સ ક્રિકેટમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને આખરી ટી-20 રમાવાની છે. 

ભારતીય મહિલા ટીમે પ્રથમ વાર જીત્યો વર્લ્ડ કપ 
ભારતીય મહિલા ટીમે પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. અગાઉ સિનિયર ટીમ કેટલાક પ્રસંગે ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી પરંતુ ટાઇટલ જીતી શકી નહોતી. હવે ભારતની યુવા બ્રિગેડે આ સપનું સાકાર કર્યું છે.

ફાઈનલમાં ઈંગ્લેન્ડને આપ્યો સાત વિકેટે પરાજય 
ભારતીય અંડર-19 મહિલા ટીમે ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડને સાત વિકેટે પરાજય આપ્યો હતો. ભારતે 36 બોલ બાકી હતા ત્યારે આસાનીથી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. પહેલા બેટિંગ કરીને ઈંગ્લેન્ડની ટીમ ફક્ત 68 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત વતી સૌમ્યા તિવારી 24 રન બનાવી અણનમ રહી હતી. સાથે જ જી.ત્રિશાએ પણ 24 રન બનાવ્યા હતા. કેપ્ટન શેફાલી વર્માએ ટીમની ઝોળીમાં 15 રન ઉમેર્યાં હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

BCCI secretary Jay Shah Women U19 cricket team જય શાહ વિમેન્સ અંડર 19 મહિલા ક્રિકેટ ટીમ Women's U19 cricket team
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ