બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / BCCI Secretary Jai Shah announces: IPL final to be played at Narendra Modi Stadium, Women's T20 dates announced

BIG NEWS / જય શાહની જાહેરાત : IPLની ફાઈનલ 29મેએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, મહિલા ટી-20ની તારીખો જાહેર

Last Updated: 06:14 PM, 3 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCI સેક્રેટરી જય શાહે IPLની ફાઈનલ અને વિમન્સ ટી-20ને તારીખોની જાહેરાત કરી છે.

  • BCCI સેક્રેટરી જય શાહની જાહેરાત
  • IPLની ફાઈનલ 29 મેએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
  • આઈપીએલના પ્લેઓફ મુકાબલા અમદાવાદ અને કોલકાતામાં રમાશે 
  • વિમન્સ ટી-20ને તારીખોનું લઈને જય શાહે કર્યું એલાન

હાલમાં ચાલી રહેલી ઈન્ડીયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ફાઈનલની તારીખ અને સ્થળની જાહેરાત કરાઈ છે. BCCI સેક્રેટરી જય શાહે કહ્યું કે આઈપીએલ 2022ના પ્લેયઓફ સ્ટેજના મુકાબલા અમદાવાદ અને કોલકાતામાં રમાશે. આઈપીએલની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 29મીએ રમાશે. 27 મેના દિવસે ક્વોલિફાયર રમાશે. ઈડન ગાર્ડન્સમાં 24મેએ ક્વોલિફાયર 1 અને 25મેએ એલિમિનેટર રમાશે. 

મહિલા ટી20ની તારીખોની જાહેરાત 

મહિલા ટી20ની તારીખોની જાહેરાત કરતા જય શાહે કહ્યું કે ચાલુ વર્ષે મહિલા ટી-20 રમાશે અને મહિલા ટીમ 20ની ચોથી સિઝન પુણેમાં રમાશે.23, 24, 26મીએ મહિલા આઈપીએલની મેચો રમાશે જ્યારે મહિલા આઈપીએલની ફાઈનલ મેચ 28મે રમાશે. 

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ

તમને જણાવી દઈએ કે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જ્યાં એક લાખથી વધુ લોકોની બેઠક વ્યવસ્થા છે. આ વખતે કોરોનાને કારણે આખી આઇપીએલનું આયોજન મુંબઈ-પુણેમાં થયું છે. આવી સ્થિતિમાં જુદા જુદા મેદાનો પર પ્લેઓફનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે કોલકાતા અને અમદાવાદની પસંદગી કરવામાં આવી છે, જે દેશના સૌથી મોટા સ્ટેડિયમ છે. 

જય શાહ શેન વોર્નના નાના ભાઈ જેસનને મળ્યાં
દિગ્ગજ દિવંગત સ્પિનર શેન વોર્નના નાના ભાઈ જેસન વોર્ન મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહ સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન જેસને શેન વૉનની આત્મકથા 'નો સ્પિનઃ માય ઓટોબાયોગ્રાફી' પણ જય શાહને ભેટ આપી હતી.જય શાહે પોતે જ જેસન સાથેની મુલાકાતની તસવીરો ટ્વિટર પર શેર કરી હતી.જય શાહે ફોટો શેર કરતા લખ્યું, "શેન વોર્નના નાના ભાઈ જેસન વોર્નને ઘરે મળવાનું અને હોસ્ટ કરવાનું ખૂબ જ સારું લાગ્યું. અમને શેન વોર્નના વિશ્વ ક્રિકેટમાં, ખાસ કરીને આઈપીએલમાં જે યોગદાન આપવામાં આવ્યું હતું તે યાદ આવ્યું. તેણે પોતાની પાછળ એક સમૃદ્ધ વારસો છોડી દીધો છે. અહીં આવવા અને મને વોર્ની વિશેની ઐતિહાસિક વાતો રજૂ કરવા બદલ જેસનનો આભાર.

સંકળાયેલા મુદ્દાઓ

BCCI jay shah Jay Shah ipl final 2022 આઈપીએલ 2022 ફાઈનલ જય શાહ જય શાહની જાહેરાત BCCI jay shah
Hiralal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ