બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / BAPS temple in Abu Dhabi in UAE is likely to be inaugurated by PM Modi

ઉદ્ઘાટન / Photos: 18 લાખ ઈંટો, 700 કરોડનો ખર્ચ... જુઓ કેટલું ભવ્ય છે અબુ ધાબીનું BAPS મંદિર, તસવીરો જોઈ મંત્રમુગ્ધ થઈ જશો

Vishal Khamar

Last Updated: 03:39 PM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ એશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર અબુ ધાબીમાં તૈયાર છે. લાલ પથ્થરથી બનેલું આ મંદિર સામાન્ય લોકો માટે ખોલવા માટે તૈયાર છે. પીએમ મોદી 14 ફેબ્રુઆરીએ આ મંદિરનું ઉદ્ઘાટન કરશે. મંદિરના નિર્માણમાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ચાલો તેના વિશે જાણીએ.

  • UAEમાં હિન્દુ મંદિર તૈયાર છે
  • PM મોદી 14 ફેબ્રુઆરીએ તેનું ઉદ્ઘાટન કરશે
  • મંદિર બનાવવા માટે 700 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો

 UAEમાં અબુ ધાબીમાં એક ભવ્ય હિન્દુ મંદિર બનાવવામાં આવ્યું છે. BAPS હિંદુ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરીએ પીએમ મોદી દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં મંદિરને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પીએમ મોદી 13 ફેબ્રુઆરીએ અબુધાબીના શેખ જાયદ સ્ટેડિયમ ખાતે અહલાન મોદી કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરવાના છે. આ પછી 14 ફેબ્રુઆરીએ તેઓ મંદિર સંબંધિત એક કાર્યક્રમમાં ભાગ લેશે. 

હાલમાં જ 42 દેશોના રાજદૂત અને તેમના જીવનસાથી મંદિર પહોંચ્યા હતા. તેમને UAEમાં ભારતના રાજદૂત સંજય સુધીર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે આ મંદિરના પૂર્ણ થવા પર ઉત્સાહ વ્યક્ત કર્યો અને કહ્યું કે જે એક સમયે અશક્ય લાગતું હતું તે હવે વાસ્તવિકતા બની ગયું છે. મંદિરના પ્રોજેક્ટના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે મંદિરના ઐતિહાસિક મહત્વ, નિર્માણ પ્રક્રિયા અને વૈશ્વિક અસર વિશે માહિતી આપી હતી.

આ મંદિર પશ્ચિમ એશિયામાં પથ્થરોથી બનેલું સૌથી મોટું મંદિર હશે. મંદિર બનાવવામાં 700 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ મંદિરની રચના ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવી છે. તેમાં સાત મિનારા છે જે દેશના સાત અમીરાતનું પ્રતિનિધિત્વ કરે છે. આ મંદિર વિસ્તાર 27 એકર જમીનમાં બનાવવામાં આવ્યો છે. આ મંદિરના નિર્માણ માટે ગુલાબી રેતીના પથ્થરને ઉત્તર રાજસ્થાનથી અબુ ધાબી લઈ જવામાં આવ્યો હતો.

વધુ વાંચોઃ VIDEO: માઇનસ 20 ડિગ્રી તાપમાનમાં લદ્દાખમાં કેમ રસ્તા પર ઉતર્યા હજારો લોકો? ઉગ્ર બન્યું આંદોલન

મંદિર માટે માર્બલ ઇટાલીથી લાવવામાં આવ્યો છે. કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે મંદિરના પાયામાં કોંક્રિટ મિશ્રણ સાથે ફ્લાય એશનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અબુ ધાબી હિન્દુ મંદિર એશિયાનું સૌથી મોટું મંદિર છે, જેની ઊંચાઈ 32.92 મીટર, લંબાઈ 79.86 મીટર અને પહોળાઈ 54.86 મીટર છે. આ મંદિરને સંપૂર્ણ રીતે બનાવવામાં 18 લાખ ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ