બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 09:01 AM, 3 October 2021
ADVERTISEMENT
બેંક 4 લાખ રૂપિયાની આ સુવિધા આપી રહી છે
4 લાખ રૂપિયાનો લાભ મેળવવા માટે તમારે સરકારની બે યોજનાઓમાં રોકાણ કરવું પડશે. આ યોજનાઓ છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY). આ યોજનાઓમાં રોકાણની રકમ ઘણી ઓછી છે. આ બે યોજનાઓમાં વાર્ષિક માત્ર 342 રૂપિયા જમા કરવા પડે છે એટલે કે માત્ર 28 રૂપિયા પ્રતિ માસ જમમા કરવાના હોય છે.
ADVERTISEMENT
Securing your future is now just a step away! Enroll for Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana, Pradhan Mantri Suraksha Bima Yojana, Atal Pension Yojana & take a step towards a secure future. #BankofBaroda #AzadiKaAmritMahotsav #JanSurakshaSchemes #PMJJBY #PMSBY #APY @DFS_India pic.twitter.com/7UhhZ9ig3F
— Bank of Baroda (@bankofbaroda) October 2, 2021
PMJJBYમાં માત્ર 330 રૂપિયાના વાર્ષિક હપ્તા પર 2 લાખનો લાભ
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)નું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે. આ યોજના હેઠળ વ્યક્તિને જીવન કવર મળે છે. જો વીમાધારકનું મૃત્યુ થાય તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. આ રકમ તમારા બેંક ખાતામાંથી ECS દ્વારા લેવામાં આવે છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના PMSBY ખૂબ ઓછાં પ્રીમિયમમાં જીવન વીમો આપે છે. તમને જણાવી દઈએ કે PMSBY કેન્દ્ર સરકારની એક એવી યોજના છે, જેના હેઠળ ખાતાધારકને માત્ર 12 રૂપિયામાં 2 લાખ રૂપિયાનું વીમા કવર મળે છે.
જન ધન ખાતા ધારકોને 2 લાખનો લાભ મફતમાં મળે છે
તમને જણાવી દઈએ કે આ સુવિધા જન ધન ગ્રાહકોને બેંક દ્વારા આપવામાં આવે છે. બેંક ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીના આકસ્મિક વીમા કવરની સુવિધા મળી રહી છે.
અટલ પેન્શન યોજના
કેન્દ્ર સરકારે ઓછાં રોકાણ પર પેન્શનની ગેરંટી આપવા માટે અટલ પેન્શન યોજના શરૂ કરી છે. અટલ પેન્શન યોજના હેઠળ સરકાર દર મહિને 1000થી 5000 રૂપિયા પેન્શનની ખાતરી આપે છે. સરકારની આ યોજનામાં 40 વર્ષ સુધીની વ્યક્તિ અરજી કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.