બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Banaskantha Water problem MP Parbat Patel Lok Sabha

ઘેરું સંકટ / VIDEO: 'બનાસકાંઠામાં 1000 ફૂટ ઉંડાઈ સુધી પાણી નથી' : સાંસદ પરબત પટેલે લોકસભામાં ઉઠાવ્યો મુદ્દો, જાણો શું કરી માંગ

Vishnu

Last Updated: 07:21 PM, 6 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંસદ પરબત પટેલે લોકસભામાં ઉઠાવ્યો મુદ્દો કહ્યું "બનાસકાંઠા સંસદીય ક્ષેત્રમાં એક હજાર ફૂટ ઉંડાઈ સુધી પાણી નથી

  • બનાસકાંઠામાં પાણીની સમસ્યા યથાવત
  • સાંસદ પરબત પટેલે લોકસભામાં ઉઠાવ્યો મુદ્દો
  • અટલ ભૂ જળ યોજના દ્વારા બનાસકાંઠાને લાભ આપવાની માગ 

બનાસકાંઠા માં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ જૉવા મળી રહ્યો છે બનાસકાંઠામાં મુખ્ય ગણાતા ત્રણેય ડેમ ખાલીખમ હોવા ના કારણે ઉનાળા ની શરૂઆતમાં જ લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. ત્યારે સમગ્ર મામલો હવે લોકસભામાં ગુંજ્યો છે.

બનાસકાંઠાના ઘણા વિસ્તારોમાં 1 હજાર ફૂટ નીચે પણ પાણી નથી: પરબત પટેલ, સાંસદ
બનાસકાંઠામાં પાણીની સમસ્યાનો મુદ્દો સાંસદ પરબત પટેલે લોકસભામાં ઉઠાવ્યો હતો. અને સંસદમાં નિવેદન આપતા કહ્યું હતું કે બનાસકાંઠા સંસદીય ક્ષેત્રમાં એક હજાર ફૂટ ઉંડાઈ સુધી પાણી નથી. જેમાં તેના તાલુકાનો ઉલ્લેખ પણ કર્યો હતો અને જણાવ્યું હતું કે ધાનેરા, દાંતીવાડા, લાખણી, ડીસામાં ભૂગર્ભ જળના સ્તર નીચા તે ઉપરાંત થરાદ, અમીરગઢ, દાંતા, પાલનપુર, દિયોદરમાં પણ ભૂગર્ભજળ નીચા ઉતરી ગયા છે. નિયમ 377 હેઠળ સાંસદ પરબત પટેલે લોકસભામાં આ પોતાના વિસ્તારની સમસ્યાઓ મૂકી હતી. રજૂઆત કરતાં તેમણે અટલ ભૂ જળ યોજના દ્વારા બનાસકાંઠાને લાભ આપવા માંગણી કરી હતી.

દાંતીવાડા ડેમમાં હાલ 5 થી 7 ટકા જેટલો જ પાણીનો સંગ્રહ 
ત્યારે VTVની ટીમે બનાસકાંઠા જિલ્લાની પાણીની સ્થિતિને લઈ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો જેમાં ડેમો તળિયાઝાટક હોવાનું ખૂલ્યું છે. મહત્વનું છે કે બનાસકાઠા જિલ્લો એ રણના સરહદી વિસ્તારને અડીને આવેલો જિલ્લો છે અને ચોમાસા દરમિયાન આ જિલ્લામાં ખૂબ જ નહિવત પ્રમાણમાં વરસાદ પડતો હોય છે ત્યારે બીજી બાજુ બનાસકાંઠામાં કુલ મુખ્ય ત્રણ બે માં આવેલા છે જેમાં દાંતીવાડા સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ડેમો રાજસ્થાનથી નીકળતી નદીઓ માંથી તેમાં પાણી આવતું હોય છે પણ હાલ આ ત્રણેય ડેમો ખાલીખમ જોવા મળી રહ્યા છે ચાલુ વર્ષે બનાસકાંઠા ને રાજસ્થાનમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ થવાના કારણે દાંતીવાડા માં 5% થી 7 ટકા જેટલું જ પાણી સંગ્રહ થયેલો જોવા મળી રહ્યો છે જેના કારણે ચાલુ વર્ષે શિયાળામાં અને ઉનાળામાં દાંતીવાડા ડેમમાંથી કેનાલ દ્વારા ખેતી માટે દર વર્ષે પાણી આપવામાં આવતું હોય છે પણ આ વર્ષે વરસાદ ન થવાના કારણે ડેમ ખાલી રહેવાના કારણે  પીવા માટે જ પાણી રિઝર્વ રાખવામાં આવ્યું છે. જેના કારણે દાંતીવાડા ની મુખ્ય કેનાલમાં પાણી ના છોડતા બનાસકાંઠા અને પાટણના ગામડાઓ અને ખેતરોમાં પાણી ન મળવાના કારણે સૂકાભઠ્ઠ જોવા મળી રહ્યા છે. 

શિપુ ડેમ કોરોધાકોર
શિપુ ડેમની વાત કરીએ તો સીપુ ડેમ એકદમ ખાલી ખમ જોવા મળી રહ્યું છે શિપુ ડેમનું પાણી આજુબાજુના લોકોને ન મળવાના કારણે ડેમ આધારીત ખેતી કરતા લોકો અને ખેડૂતોને પાણી વગર ખેતી કરી શકતા નથી જેના કારણે આ વર્ષે ધાનેરા,ડીસા ,લાખણી જેવા તાલુકાઓમાં પાણી માટે વલખા મારવા પડશે ડેમ બે વર્ષોથી ખાલી ખમ હોવાના કારણે આજુબાજુના પાણીના તળ પણ ખૂબ જ ઊડા જતાં રહ્યા છે. હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે ડેમ ભરવા  પાઇપલાઇન નાખવામાં આવી છે. 

અછતવાળા વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સૂચના અપાઇ
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગઈકાલ મંગળવારે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવવામાં આવી હતી. જેમાં  ઉત્તર ગુજરાત અને કચ્છમાં પીવાના પાણીની સ્થિતિ બાબતે ચર્ચા કરી હતી. આ સાથે અછતવાળા વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સૂચના અધિકારીઓ અને રાજ્યના મંત્રીઓને આપવામાં આવી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ મીટિંગમાં રાજ્યમાં પશુઓ માટે પીવાના પાણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ રાજ્યમાં જળાશયમાં પાણીના સંગ્રહ બાબતે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઇ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha MP Parbat Patel Water Problem lok sabha ખાલીખમ ડેમ પાણી સમસ્યા પાણીનો પોકાર બનાસકાંઠા લોકસભા સાંસદ પરબત પટેલ Banaskantha Water problem
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ