બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / balances in savings current accounts which are not operated for 10 years will classified as unclaimed deposits
Pravin
Last Updated: 05:11 PM, 25 July 2022
ADVERTISEMENT
રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ ગ્રાહકોને નામે એક મહત્વનું એલર્ટ જાહેર કર્યું છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, 10 વર્ષ કે તેથી વધારે સમયથી ઓપરેટ નહીં થયેલા સેવિંગ અને કરંટ અકાઉન્ટ અથવા ટર્મ ડિપોઝિટ જેનો દાવો કરવામાં આવ્યો નથી, તેને હવે અનક્લેમ્ડ ડિપોઝીટ તરીકે ચિન્હીત કરવામાં આવશે અને આ ખાતામાં જમા રૂપિયાને ડિપોઝિટ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં ટ્રાંસફર કરી દેવામાં આવશે, જેની દેખરેખ આરબીઆઈ કરશે. એટલે કે, 10 વર્ષ સુધી આ ખાતામાં જમા પૈસાની ભાળ ન લીધી અથવા તો લેવડદેવડ ન કરી તો, રિઝર્વ બેંક તેને ક્લેઈમ વગરની કેટેગરીમાં નાખી દેશે, તેથી બચવા માટેનો એક ઉપાય છે કે, કોઈ ખાતામાં પૈસા નાખીને ભૂલી ગયા હોય તો જલ્દી તેમાં કોઈ ટ્રાંજેક્શન કરી લેજો.
ADVERTISEMENT
રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર આ ખાતામાં પૈસા ડિપોઝિટ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં જમા થસે, જે ફંડની દેખરેખ ખુદ આરબીઆઈ કરશે. આ નિયમ એ સેવિંગ, કરંટ અથવા ટર્મ ડિપોઝિટ ખાતા માટે લાગૂ પડશે, જે 10 વર્ષ સુધી ઓપરેટ નથી કરવામાં આવ્યા, જો કે ખાતેદારના આ ખાતામાં જમા પૈસા કાઢવા માટે હકદાર બનશે અને તે બેંકમાં આ પૈસા માટે ક્લેઈમ કરી શકશે. આરબીઆઈ કહે છે કે, ડીઈએ ફંડમાં પૈસા જમા થયા બાદ ખાતેદાર પોતાની બેંકમાં પૈસા માટે અપ્લાઈ કરી શકશે, બેંક વ્યાજ સાથે પૈસા પાછા પણ આપશે.
સતત વધી રહ્યા છે ક્લેઈમ વગરના દાવાની રકમ
આરબીઆઈએ કહ્યું છે કે, દાવો કર્યા વગરનની જમા રાશીને લઈને હંમેશા કેમ્પેઈન ચલાવામાં આવી રહ્યું છે. પણ ત્યાર બાદ પણ આવા અમાઉન્ટમાં વધારો થતો જાય છે. બેંકો દ્વારા પોતાના ગ્રાહકોને મેલ અથવા મોબાઈલ એલર્ટ આપીને તેના વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે. બેંક લોકો સચેત કરવા માટે સમય સમયે કેમ્પેઈન ચલાવે છે. તેમ છતાં પણ અનક્લેઈમ્ડ જમા રકમમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.