ફેસ્ટિવ ઑફર: આ કંપની માત્ર આટલા ભાડાંમાં આપી રહી છે XUV

By : juhiparikh 09:07 AM, 11 October 2018 | Updated : 09:08 AM, 11 October 2018
જે લોકો પાસે કાર નથી તેમના માટે ફેસ્ટિવ સિઝનમાં મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા કંપની દ્વારા એક અલગ સ્કીમ લઇને આવી  છે. આમ તો કોઇ પણ કાર રોકડેથી અથવા EMIથી ખરીદી શકાય છે. જો કે મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા કંપનીએ હવે કારને લીઝ (ભાડા) પર આપવાની જાહેરાત કરી છે.

મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા ગ્રુપના CFOએ કહ્યું કે, આ સ્કીમ એ લોકો માટે છે જેની પાસે પૈસા નથી અને તેમને તહેવારમાં કાર લેવા ઇચ્છતા હોય છે. કંપની ઓછામાં ઓછા 36 મહીના સુધી કાર ભાડે આપશે. કાર લઇ જતી વખતે એક પણ પૈસો આપવાનો નથી. 

મહેન્દ્રા તરફથી જે ગાડી ભાડા પર આપવાની વાત કરી છે તેમાં એસયૂવી સ્કોર્પિયો, XUV500, KUV100 અને TUV300 સામેલ છે.આ ગાડીઓની એક્સ શો રૂમની કિંમત 10થી 15 લાખ રૂપિયા છે. જો કે આ કંપની 13,499 રૂપિયાથી લઇને 32,999 રૂપિયા મહિનાના ભાડા પર આપી રહી છે. કંપની દ્વારા અલગ-અલગ શહેર માટે અલગ-અલગ ભાડુ રાખવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું છે કે કાર લઇ ગયા બાદ ગ્રાહકે દર મહીને નિયત કરેલી રકમ જમા કરાવાની રહેશે.વાહન ઇન્શ્યોરન્સ તેમજ રોડ ટેક્સ જેવો ખર્ચ કંપની ઉઠાવશે. 

જો કે કંપનીએ જણાવ્યું છે કે ત્રણ વર્ષ બાદ ગ્રાહક તે કાર ખરીદવા ઇચ્છશે તો તે કંપની પાસેથી ખરીદી શકશે. જે તે સમયે કારની જે કિંમત લગાવામાં આવશે તે ગ્રાહકે આપવાની રહેશે. જો ગ્રાહકને લાગે કે કાર નથી ચલાવી તો રોક-ટોક વગર કંપનીને ગાડી પરત કરી શકે છે. જોકે, મહેન્દ્રાની આ સ્કીમ દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, બેંગ્લુરૂ, અમદાવાદ અને પૂનામાં લાગૂ થશે. 

કંપનીએ આ માટે ભાડાની રાશિ પણ જણાવી દીધી છે. નવી સ્કાર્પિયો લેવા પર દર મહિને  26,499 રૂપિયા આપવાના રહેશે.  xuv500W5 માટે દર મહિને 32999 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે. જ્યારે kuv100nxt K2 ના ગ્રાહકને દર મહિને 13499 રૂપિયાનું  ભાડું ચૂકવવાનું રહેશે. આ સિવાય Tuv300 T4+ના દર મહિને 21499 રૂપિયાનું ભાડું આપવાનું રહેશે.

કંપનીનું માનવું છે કે, આ પ્રયત્નથી માર્કેટમાં નવા ગ્રાહકો આવશે. આ માટે કંપનીએ Global leasing Service Firms Orix અને ALD Automotive સાથે સમજૂતી કરી છે. કંપનીએ આશા છે કે, આ તહેવારની સિઝનમાં લોકોને આ સ્કીમ પસંદ આવશે.Recent Story

Popular Story