બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / વિશ્વ / aung sang suu kyi gets 4 year prison in case of coronavirus rule break

રાજકારણ / નોબલ સન્માન મેળવી ચૂકેલા આ નેતાને કોરોનાના નિયમ ભંગ બદલ 4 વર્ષની કેદ

Dharmishtha

Last Updated: 02:00 PM, 6 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મ્યામારની લોકતંત્ર સમર્થક નેતા સાંગ સાન સૂને સ્પેશિયલ કોર્ટે 4 વર્ષની કેદની સજા સંભળાવી છે. સૂ કી પર કોરોના પ્રતિબંધોનો ભંગ કરવા અને લોકોને ઉશ્કેરવાનો આરોપ છે.

  •  76 વર્ષીય સૂ કીની વિરુદ્ધ કેસ ચાલી રહ્યા છે
  •  ચૂંટણી કાર્યક્રમમાં કોરોનાના નિયમોના ભંગનો કેસ ચાલી રહ્યો હતો
  •  નોબલ સન્માન મેળવી ચૂકેલા સુ કીને સજા પડતા મ્યાનમારની સરકારની નીતિઓ પર સવાલ 

 76 વર્ષીય સૂ કીની વિરુદ્ધ કેસ ચાલી રહ્યા છે

એક લીગલ ઓફિસરે સૂ કીને આ સજા પડ્યાની જાણકારી આપી છે. આ વર્ષે 1 ફેબ્રુઆરીએ લોકતંત્રમાં સત્તાપલટો થયો હતો. અને સૂ કીના સમર્થન વાળી સરકારને સત્તા પરથી હકાલી દેવામાં આવી હતી. તે બાદથી 76 વર્ષીય સૂ કીની વિરુદ્ધ કેસ ચાલી રહ્યા છે. જેમાં તેમને સજા પડી છે. ગત નવેમ્બરે ચૂંટણી કાર્યક્રમમાં સૂ કીની હાજરીમાં મોટી સંખ્યામાં સમર્થકો ભેગા કરવાને લઈને તેમની વિરુદ્ધ કેસ ચાલી રહ્યો હતો.

કોરોનાના નિયમોના ભંગનો કેસ ચાલી રહ્યો હતો

આ ઈવેન્ટને લઈને તેના પર કોરોનાના નિયમોના ભંગનો કેસ ચાલી રહ્યો હતો. એક લીગલ ઓફિસરે તેમનું નામ ન આપવાની શરતે સૂ કીને આ જાણકારી આપી છે. સૂ કી પર ચાલી રહેલા કેસથી મીડિયા અને અન્ય લોકોને દૂર રાખવામાં આવ્યા હતા. મ્યાનમારની આંતરિક રાજનીતિની સમજ રાખનારા લોકોનું કહેવું છે કે સૂ કીને નેક્સ ચૂંટણીથી દૂર રાખવા માટે અને તેમની છબી ખરડવા માટે તેમની સામે આ પ્રકારના અનેક કેસ ચલાવાઈ રહ્યા છે. હકિકતમાં મ્યાનમારના સંવિધાન મુજબ કોઈ મામલામાં ગુનેગાર ઠરાવ્યા બાદ જેલ ગયેલા વ્યક્તિને ચૂંટણી લડવાનો અધિકાર નથી. આ ઉપરાંત તે કોઈ સંવૈધાનિક પદ પર ન બેસી શકે.

 નોબલ સન્માન મેળવી ચૂકેલા સુ કીને સજા પડતા મ્યાનમારની સરકારની નીતિઓ પર સવાલ 

એવું મનાઈ રહ્યું છે કે મ્યાનમાંરના સૈન્ય શાસને સૂ કીને સત્તાથી હંમેશા માટે બેદખલ કરવા માટે આવા અનેક મામલા શરુ કર્યા છે. મનાઈ રહ્યું છે કે સૂ કીને સજા સંભળાવ્યા બાદ કેટલાક વિસ્તારોમાં તણાવની સ્થિતિ પૈદા થઈ શકે છે. રવિવારે પણ સૂ કીના સમર્થનમાં અનેક વિસ્તારોમાં પ્રદર્શન થયા હતા અને લોકતંત્ર સમર્થક નેતાને છોડવાની માંગ થઈ હતી. દુનિયા ભરમાં મહિલાઓ માટે સશક્તીકરણ અને લોકતંત્રમાં સંઘર્ષનું પ્રતીક બનેલ સૂ કી નોબલ સન્માન મેળવી ચૂક્યા છે. તેમને 4 વર્ષની સજા મળતા દુનિયાભરમાં રિએક્શન જોવા મળ્યા છે અને મ્યાનમારની સરકારની નીતિઓ પર સવાલ ઉઠી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ