ડીસામાં 14 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મનો પ્રયાસ, જાનથી મારી નાખવાની આપી ધમકી

By : hiren joshi 08:04 PM, 12 October 2018 | Updated : 08:04 PM, 12 October 2018
ડીસાઃ ગાંધીના ગુજરાતમાં આજે મહિલાઓની સલામતીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. મહિલાઓ સાથેના દુષ્કર્મના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, તેમ છતા આવા હવસખોરોને કાયદાનો ડર રહ્યો નથી. બનાસકાંઠાના ડીસામાં કિશોરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

ડિસાની ગોવર્ધન પાર્ક સોસાયટીમાં 14 વર્ષની કિશોરી સાથે પાડોશી શખ્સે બળજબરી કરી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને કિશોરીની માતાએ શખ્સ સામે પો.ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

મહત્વનું છે કે, કિશોરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર શખ્સ કિશોરીનો દૂરનો સબંધી છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.Recent Story

Popular Story