બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / Attack on Hindu temple again in Canada for the fourth time

BIG BREAKING / કેનેડામાં ફરી ચોથી વાર હિન્દુ મંદિર પર એટેક: દિવાલ પર લખ્યા ભારત વિરોધી સૂત્રો, દૂતાવાસે કરી આ માંગ

Malay

Last Updated: 08:11 AM, 15 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડામાં કોઈ હિન્દુ મંદિરમાં તોડફોડની આ પહેલી ઘટના નથી. છેલ્લા 1 વર્ષમાં આ ચોથી વખત છે જ્યારે કેનેડામાં હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. આ પહેલા જાન્યુઆરીમાં ખાલિસ્તાન સમર્થક ઉગ્રવાદીઓએ બ્રેમ્પટનના સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા.

  • મંદિરની દિવાલો પર ફરી લખવામાં આવ્યા ભારત વિરોધી સૂત્રો
  • 1 વર્ષમાં ચોથી ઘટના, દૂતાવાસ દ્વારા કાર્યવાહીની માંગ
  • ભારતીય સમુદાયમાં આક્રોશ ફેલાયો 

કેનેડામાં ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. આ વખતે મિસિસોગામાં રામ મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવાનો મામલો સામે આવ્યો છે. જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જ્યારે આ મામલો ધ્યાન પર આવ્યો ત્યારે ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે તેની નિંદા કરી છે. કેનેડાના અધિકારીઓને આ ઘટનાની તપાસ કરવા અને દોષિતો સામે પગલાં લેવા વિનંતી કરી છે.

ભારતીય દૂતાવાસે કરી નિંદા
ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે મંગળવારે મિસિસોગામાં ભારત વિરોધી લખાણો (Anti-India-Graffiti)ની સાથે રામ મંદિરને બદનામ કરવાની નિંદા કરી. ભારતીય દૂતાવાસે કેનેડાના અધિકારીઓને આ ઘટનાની તપાસ કરવા અને ગુનેગારો સામે તાત્કાલિક પગલાં ભરવા વિનંતી કરી છે. ભારતના કોન્સ્યુલેટ જનરલે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી. આ પહેલીવાર નથી કે કેનેડામાં કોઈ હિન્દુ મંદિરને ભારત વિરોધી સૂત્રો અને તસવીરોથી બદનામ કરવામાં આવ્યું હોય. આ પહેલા જાન્યુઆરીમાં બ્રેમ્પટનમાં એક હિન્દુ મંદિર પર ભારત વિરોધી ચિત્રો દોરવામાં આવ્યા હતા, જેનાથી ભારતીય સમુદાયમાં આક્રોશ ફેલાયો હતો.

 

 

ગૌરી શંકર મંદિરમાં તોડફોડ
ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ગૌરી શંકર મંદિરમાં તોડફોડની નિંદા કરતા કહ્યું હતું કે આવા કૃત્ય કેનેડામાં ભારતીય સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. વાણિજ્ય દૂતાવાસ કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'અમે બ્રેમ્પટનમાં ભારતીય વિરાસતના પ્રતિક ગૌરી શંકર મંદિરને ભારત વિરોધી સૂત્રો સાથે બદનામ કરવાની સખત નિંદા કરીએ છીએ. અમે કેનેડાના અધિકારીઓ સાથે આ બાબતે અમારી ચિંતા વ્યક્ત કરી છે.' 

અધિકારીઓ કરી રહ્યા છે તપાસઃ મેયર પેટ્રિક બ્રાઉન
બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને પણ તોડફોડની નિંદા કરી હતી અને કહ્યું હતું કે કેનેડાના અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. પેટ્રિકે ટ્વીટ કર્યું હતું કે, 'આ ઘૃણાસ્પદ અને શરમજનક કૃત્યનું અમારા શહેર કે દેશમાં કોઈ સ્થાન નથી. મેં પીલ પ્રાદેશિક પોલીસ વડા નિશાન દુરૈયપ્પા સાથે આ જઘન્ય અપરાધ અંગે મારી ચિંતા વ્યક્ત કરી છે.'

સપ્ટેમ્બર 2022માં પણ થયો હતો હુમલો
બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને જણાવ્યું હતું કે, 'દરેક વ્યક્તિ તેમના પૂજા સ્થાનમાં સલામતી અનુભવવાને પાત્ર છે.' અગાઉ સપ્ટેમ્બર 2022માં કેનેડામાં BAPS સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર 'કેનેડિયન ખાલિસ્તાની ઉગ્રવાદીઓ' દ્વારા ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ