બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Atmaram Bhide asks Jethalal to make Tapu get married to Sonu

ટેલિવૂડ / તારક મહેતામાં વેવાઈ-વેવાણ: જેઠાલાલ વેવાઈ બનશે, વેવાણ કોણ છે તે જાણીને વિશ્વાસ નહીં થાય

Noor

Last Updated: 01:13 PM, 8 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' હમેશાં ધમાલ-મસ્તી જોવા મળે છે. આ ટેલિવિઝન પર સૌથી લાંબા સમયથી ચાલનારા શોમાંથી એક છે. પણ આજકાલ જેઠાલાલના જીવનમાં વિચિત્ર ઘટનાઓ બની રહી છે. એવું લાગી રહ્યું છે કે, જાણે કિસ્મત જેઠાલાલ પર મહેરબાન છે. જેઠાલાલ સાથે એવી વસ્તુઓ થઈ રહી છે જે આજ સુધી નથી થઈ. હવે જેઠાલાલ વેવાઈ બનવાના છે.

  • તારક મહેતામાં આવ્યો નવો ટ્વિસ્ટ
  • કિસ્મત જેઠાલાલ પર મહેરબાન
  • આ બે પાત્રોના બાળકોના થશે લગ્ન

હકીકતમાં શોમાં જાદુઈ અંગૂઠીનો પ્લોટ ચાલી રહ્યો છે. બાઘાએ જેઠાલાલને એક અંગૂઠી અપાવી છે. જેના કારણે જેઠાલાલની કિસ્મતમાં ચાર ચાંદ લાગી ગયા છે. ગુરૂવારના એપિસોડમાં દેખાડવાાં આવ્યું હતું કે, ટપૂ સેના સોસાયટી ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી રહી હતી. એ જ સમયે જેઠાલાલ ત્યાં પહોંચે છે. ત્યારે જેઠાલાલ ટપૂને હેલિકોપ્ટર શોટ મારવાનું કહે છે અને ટપૂ શોટ મારે છે, જેના કારણે આત્મારામ ભિડેની બારીનો કાંચ તૂટી જાય છે. 

ભિડેએ માંગ્યો ટપૂનો હાથ

પછી આત્મારામ બહુ જ ગુસ્સે થઈ જાય છે પરંતુ જ્યારે તે જેઠાલાલને જુએ છે ત્યારે તેનો ગુસ્સો શાંત થઈ જાય છે અને તે ટપુની પ્રશંસા કરવાનું શરૂ કરી દે છે. તે પછી ભિડે જેઠાલાલથી સોનુ માટે ટપૂનો હાથ માંગે છે. બસ પછી શું આ સમાચાર સાંભળી જેઠાલાલ ખુશીથી ઝૂમી ઉઠે ચે. પછી ભિડે જેઠાલાલને કહે છે કે આ બંનેનો સંબંધ હવે પાક્કો થયો. હાલ આ બંને નાના છે પણ મોટા થતાં જ આપણે તેમના લગ્ન કરી દઈશું. 

ગોલમાલ ચાલી રહ્યું છે

જોકે, આ પછી જેઠાલાલના જીવનમાં ઘણું બધું થાય છે. જેની જેઠાલાલને આશા પણ નહોતી. ટપૂ અને સોનુના લગ્નને લઈને શું ગોલમાલ ચાલી રહ્યું છે, આ બધું જાદુઈ અંગૂઠીનો કમાલ છે તે આવનારા સમયમાં જાણવા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Atmaram Bhide Jethalal Sonu Tapu TapuSena Tarak Mehta Tarak Mehta Ka Ooltah Chashmah Telewood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ