બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'At that time I was praying for my death day and night' Honey Singh's pain spilled out while talking about the ups and downs in life.

મનોરંજન / 'એ સમયે હું દિવસ-રાત મારા મરવાની પ્રાથના કરતો ' જીવનમાં આવેલા ઉતાર-ચઢાવ વિશે વાત કરતાં Honey Singh એ સંભળાવી આપવીતી

Megha

Last Updated: 03:58 PM, 1 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હની સિંહે કહ્યું હતું કે તે દરરોજ મૃત્યુ માટે પ્રાર્થના કરતો હતો. એ સમયે હનીના મૂડમાં એટલા બધા બદલાવ આવતા હતા કે તે પોતે પણ તેને સમજી શકતો ન હતો.

  • હની સિંહે હાલમાં જ છૂટાછેડા લીધા હતા
  • હું મારા મૃત્યુની દુઆ માંગી રહ્યો હતો- હની સિંહ
  • માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરતા હની સિંહે શેર કરી આવી વાતો

સિંગર અને રેપર હની સિંહે તેની સફરમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. જણાવી દઈએ કે હની સિંહ પોતાની તબિયતના કારણે ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ હતો પણ જ્યારથી હની સિંહે ઇન્ડસ્ટ્રીમાં વાપસી કરી છે ત્યારથી તે ફરી ચર્ચાનો વિષય બન્યો છે. હની સિંહે હાલમાં જ છૂટાછેડા લીધા હતા તેની સામે જ તેના જીવનમાં નવા પરએમની એન્ટ્રી થઈ હતી.  સિંગર હની સિંહના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવ વિશે વાત કરતાં તેને જણાવ્યું હતું કે એ સમય દરમિયાન તેને કેવા પ્રકારના વિચારો આવતા હતા અને તેને કઈ વસ્તુઓનો સામનો કરવો પડ્યો હતો. 

હું મારા મૃત્યુની દુઆ માંગી રહ્યો હતો 
હની સિંહ હાલ તેના જીવનના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે એવામાં સિંગરે પોતાની જાતમાં ઘણા બદલાવ કર્યા હતા અને વર્ઝન 2.0 સાથે ઈન્ડસ્ટ્રીમાં પાછા ફર્યા હતા. હની સિંહે કહ્યું હતું કે જે દિવસોમાં તે આ બધી વસ્તુઓથી દૂર હતા એ સમયે તેણે ઘણું સહન કર્યું હતું, પોતાના માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરતા હની સિંહે કહ્યું હતું કે તે દરરોજ મૃત્યુ માટે પ્રાર્થના કરતો હતો. એ સમયે હનીના મૂડમાં એટલા બધા બદલાવ આવતા હતા કે તે પોતે પણ તેને સમજી શકતો ન હતો. 

સાયકોટિક સિમ્પટમ એન્ડ બાયપોલર ડિસઓર્ડર
મીડિયા સાથે વાતચીત કરતાં હનીએ કહ્યું કે મેન્ટલ હેલ્થના ઘણા વેરીએશન હોય છે, જેમાં એનકઝાઇટી ડિસઓર્ડર કંઈ નથી, તે સામાન્ય શરદી જેવું છે. મને મેન્ટલ હેલ્થનો કોવિડ થયો હતો, જેને સાયકોટિક સિમ્પટમ એન્ડ બાયપોલર ડિસઓર્ડર કહેવામાં આવે છે. તે ખૂબ જ ખતરનાક બાબત છે, આવું કોઈની સાથે ન થવું જોઈએ. મારા દુશ્મન સાથે પણ નહીં. હું એ સમયે દરરોજ દિવસ અને રાત મૃત્યુ માટે પ્રાર્થના કરતો હતો અને મને એવું લાગતું હતું કે હું પાગલ થઈ ગયો હતો, હું કામ અને શરાબમાં એટલો ડૂબેલો હતો કે હું ધૂમ્રપાન કરતો હતો. હું સૂઈ શક્યો ન હતો પણ ચિંતા જેવી કોઈ વસ્તુ નહતી, હું જ્યાં પણ જતો ત્યાં લોકોને હસાવતો અને મને એ રોગ સમજવામાં ત્રણ વર્ષ લાગ્યાં અને ડૉક્ટર શોધવામાં ચાર વર્ષ લાગ્યાં. મારી પાસે હવે એક વર્ષ માટે નવા ડૉક્ટર છે, ત્યારથી હું ઠીક છું, હવે મને કઈ વાંધો નથી આવતો. 

હનીએ આપી ટિપ્સ 
હની સિંહનું માનવું છે કે તમારે ચિંતા માટે ડૉક્ટર પાસે જવાની જરૂર નથી. તમે તમારા પરિવાર કે મિત્રો સાથે વાત કરો અને ખાસ કરીને દારૂ ન પીવો. તમે જેટલી વધુ વસ્તુઓ કરશો તેટલી વધુ મદદ તમને મળશે. તમે તેટલું ખોલી શકો છો. ડોકટરોની દવાઓથી તમે વધુ ડિપ્રેશનમાં જાઓ છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Honey Singh YO YO HONEY SINGH સિંગર હની સિંહ હની સિંહ Honey Singh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ