બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / astro remedies to get rid of troubles in business

ધર્મ / વેપારમાં થઇ રહ્યું છે નુકસાન? તો આજથી જ અજમાવો આ અનોખા નુસખા, લક્ષ્મી સામેથી આવશે

Arohi

Last Updated: 08:14 AM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Remedies To Increase Money: જો આપણે આપણા વેપારમાં નફો કમાવવા માંગીએ છીએ તો સૌથી પહેલા આપણે આપણા વેપારમાં સંબંધિત ગ્રહને મજબૂત કરવા પડશે. જાણો કયા વેપારમાં પ્રગતિ માટે કયા ગ્રહને મજબૂત કરવાનો રહેશે.

આપણા દરેક પ્રકારાના વેપારની પાછળ એક ગ્રહની ભૂમિકા હોય છે. જો આપણા ગ્રહ મજબૂત છે તો આપણને ખૂબ લાભ મળે છે પરંતુ જો તે ગ્રહ કમજોર છે તો તમને વેપારમાં નુકસાન થઈ શકે છે.  

વેપારમાં નફો કમાવવો છે તો સૌથી પહેલા આપણે આપણા વેપાર સાથે સંબંધિત ગ્રહને મજબૂત કરવાનો રહેશે. આવો જાણીએ કે કયા વેપારમાં પ્રગતિ માટે કયા ગ્રહને મજબૂત કરવાનો રહેશે. સાથે જ કેવી રીતે તે સંબંધિક ગ્રહોને મજબૂત કરી શકાય છે. 

વેપાર સાથે સંબંધિત ગ્રહને કરો મજબૂત


કપડા 
જો તમારો કપડાનો વેપાર છે તો આ વેપાર ઘણા ગ્રહો સાથે સંબંધ રાખે છે. પરંતુ ખાસ કરીને આ વેપાર શુક્ર ગ્રહનો છે. જો તમને પોતાના આ વેપારને વધારવો છે તો નિયમિત સવાર સાંજ શુક્રના મંત્રનો જાપ કરો. 

સાથે જ એક સ્ફટિકની માળા ગળામાં ધારણ કરો. તેની સાથે જ દરેક શુક્રવારે તમે માતા લક્ષ્મીને સફેદ મિઠાઈનો ભોગ જરૂર લગાવો. ખાસ કરીને જ્યાં સુધી થઈ શકે તમે કાળા રંગનો ઉપયોગ કરવાથી બચો. 

અનાજ 
જો તમે અનાજ સાથે સંબંધિત વ્યવસાય કરો છો તો આ મુખ્ય રીતે બૃહસ્પતિનો વ્યવસાય હોય છે. તમે પોતાના વ્યવસામાં પ્રગતિ કરવા માંગો છો તો તમે સૌથી પહેલા જાણી લો કે રાંધેલા ભોજનની પાછળ શુક્ર ગ્રહની ભૂમિકા હોય છે. સાથે જ તરળ ખાદ્યની પાછળ મુખ્ય રૂપથી ચંદ્રમા ગ્રહ હોય છે. 

જો આ પ્રકારના ખાદ્ય પદાર્થના વેપારમાં સફળતા મેળવવી છે તો તેના માટે તમે શ્રી કૃષ્ણની ઉપાસના કરો. સાથે જ સાંજે દરરોજ ક્લીં કૃષ્ણ ક્લીના 108 વખત જાપ કરો. તેની સાથે જ મસ્તક પર નિત્ય સફેદ કે પીળા ચંદન જરૂર લગાવો. સાથે જ પોતાની પાસે એક પીળા રંગનો રેશમી રૂમાલ જરૂર રાખો. 

પ્રોપર્ટી સાથે સંબંધિત 
જો તમારો વેપાર પ્રોપર્ટી સાથે સંબંધિત છે તો આ વ્યવસાયનો મુખ્ય ગ્રહ શનિદેવ છે. તેની સાથે જ અમુક હદ સુધી તેમાં મંગળ ગ્રહની ભૂમિકા પણ હોય છે. તમને આ વ્યવસાયમાં સફળતા માટે લાલ રંગના હનુમાનજીની સ્થાપના કરવાની રહેશે. 

સાથે જ દરરોજ સાંજે તેમની સામે ચમેલીના તેલનો દિવો કરવો જોઈએ. સાથે જ તમે મંગળવારે પોતાના મજૂરોને સીરો પુરી વહેચો. 

સલાહકારિતા 
જો તમે સલાહકાર છો તો આ વ્યવસાય બુધ, ગુરૂ અને શુક્ર ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. પરંતુ આ મુખ્ય રીતે બૃહસ્પતિ ગ્રહનો વેપાર છે. જો તમને આ વેપારમાં સફળતા મેળવવી છે તો તમને તેના માટે ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ. 

સાથે જ સાંજે ભગવાન શિવને સફેદ કે પીળા ફૂલ ચડાવવા જોઈએ. પછી “ॐ आशुतोषाय नमः”નો જાપ કરો. તેની સાથે જ પોતાના કાર્યસ્થળનો રંગ હલ્કો પીળો કે સફેદ રાખો. 

લોખંડ, કોલસો કે પેટ્રોલ 
જો તમારો વેપાર લોખંડ, કોલસો કે પછી પેટ્રોલ સાથે સંબંધિત છે. તો આ વેપાર શનિ ગ્રહ અને અમુક હદ સુધી મંગળ ગ્રહનો છે. સાથે જ આ વેપારમાં સફળતા માટે તમને એક લોખંડનું કડૂ જરૂર ધારણ કરવું જોઈએ. 

વધુ વાંચો: જો તમારી પણ છે આ 7 રાશિ, તો ચેતી જજો, નહીંતર...! મેષમાં બુધ અસ્ત લાવી શકે છે નવી આફત

તેની સાથે જ ડાબા હાથના કાંડા પર રેશમી દોરી કે કાળા પટ્ટા વાળી ઘડિયાળ જરૂર બાંધો. તેની સાથે જ તમે રોજ રાત્રે 108 વખત “ॐ शं शनैश्चराय नमः”નો જાપ કરો અને શનિવારે તલયુક્ત ભોજનનું દાન કરો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ