OMG /
Asteroid Apophis પૃથ્વીની ખૂબ નજીક : જો ટકરાશે તો આવી જશે મહાપ્રલય
Team VTV10:39 AM, 19 Feb 21
| Updated: 10:42 AM, 19 Feb 21
તબાહીનો દેવતા એટલે કે ત્રીજો સૌથી ખતરનાક એસ્ટરોઇડ અપોફિસ પૃથ્વીની ખુબ નજીક આવી રહ્યો છે અને તેની તસવીર સામે આવી છે.
પૃથ્વીથી નજીક આ વિનાશકારી એસ્ટરોઇડ
જો ટકરાશે તો આવી જશે મહાપ્રલય
નાસાના વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી
નાસાના વૈજ્ઞાનિકોના અનુસાર 6 માર્ચના રોજ આ એસ્ટરોઇડ પૃથ્વીની નજીકથી પસાર થશે. વર્ચ્યુઅલ ટેલિસ્કોપની મદદથી ડોઢ કરોડ કિલોમીટર દૂરથી આ મહાવિનાશક એસ્ટરોઇડની તસવીર ખેંચી છે.
ખતરનાક એસ્ટરોઇડ
વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટ અનુસાર 8 વર્ષની રેકી બાદ આ એસ્ટરોઇડ અપોફીસની તસવીર ખેંચવામાં સફળ થયા છે. મહત્વનું છે કે અપોફીસ દરેક સંભવિત ખતરનાક એસ્ટરોઇડનો ભગવાન માનવામાં આવે છે. 370 મીટર પહોળી આ ચટ્ટાનને ધરતીના 48 વર્ષમાં ટકરાવવાનો ખતરો છે.
નાસાના વૈજ્ઞાનિકોએ આની સંભાવના ખુબ ઓછી જતાવી છે. તમને જણાવી દઇએ કે અપોફીસ એસ્ટરોઇડ 6 માર્ચે પૃથ્વીની નજીકથી પસાર થશે અને વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટ પર 24 કલાક અપોફીસનું લાઇવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવશે. સોલર સિસ્ટમમાં રહેલા સૌથી ખતરનાક ચટ્ટાનોમાંથી એક માનવામાં આવે છે.
88 કરોડ ટીએનટી વિસ્ફોટક જેટલી અસર
હવાઇ વિશ્વવિદ્યાલયના કહ્યાં અનુસાર આ એસ્ટરોઇડ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આવનારા 48 વર્ષોમાં આ પૃથ્વી સાથે ટકરાઇ શકે છે. જો કે નાસા તેના દરેક કદમ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ એસ્ટ્રોઇડ આટલુ શક્તિશાળી છે તેનો અંદાજ તે વાતથી જ લગાવવામાં આવી રહ્યો છે કે જો તે પૃથ્વી સાથે ટકરાય તો મહાપ્રલય આવી જશે કારણકે તેની અસર 88 કરોડ ટીએનટી વિસ્ફોટ જેટલી થશે.
અપોફીઝને જોઇ શકાશે
એસ્ટરોઇડ અપોફીઝ આગલા મહિને પૃથ્વીથી 1 કરોડ 60 લાખ કિમી દૂરથી પસાર થશે. એસ્ટરોઇડ અપોફીસ 2029માં આના કરતા પણ વધારે પાસેથી પસાર થશે.