સીનાજોરી / લદ્દાખમાં તણાવની વચ્ચે ચીની વિદેશ મંત્રીનું આવ્યું નિવેદન, કહ્યું અમે ઇચ્છીએ છીએ કે...

asia china will not be first to escalate china india border dispute says wang yi

ભારતની સાથે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં એક વાર ફરી તણાવ બાદ ચીનની નવી ચાલ સામે આવી છે. અને જ્યા પીએલએ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી રહ્યા છે ત્યારે ચીની વિદેશ મંત્રી વાંગ યી શાંતિની વાત કરી રહ્યા છે. ચીની વિદેશ મંત્રીએ એક નિવેદનમાં કહ્યું છે કે તેમનો દેશ નથી ઈચ્છતો કે ભારતીય સીમા પર તણાવ વધે. ઉલ્લેખનીય છે કે 28-29 ઓગસ્ટે ચીની સેનાએ એક વાર ફરી ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ ત્યાં તૈનાત સેનાએ તેમને જડબાતોડ જવાબ આપતા તેમને પાછા ખદેડી દીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ