ashwagandha include in the diet to gain weight you will get benefits
હેલ્થ ટિપ્સ /
વજન વધારવા દુબળા-પતળા લોકો ડાયટમાં સામેલ કરો આ ચીજ, પછી જુઓ તેનો ફાયદો
Team VTV04:22 PM, 27 Mar 22
| Updated: 04:23 PM, 27 Mar 22
તંદુરસ્ત રીતે વજન વધારવા માટે તમારે દૂધ સાથે અશ્વગંધા પાવડરનું સેવન કરવું જોઈએ. જેના લીધે તમારા વજનમાં પણ વધારો થશે.
વજન વધારવા માટે તમારે એક તંદુરસ્ત જીવનશૈલીનું પાલન કરવું
વજન વધારવા માટે આહારમાં અશ્વગંધાનો સમાવેશ કરો
વજન વધારવા માટે નિયમિત કસરત કરતા રહો
વજન વધારવા માટે તમારે એક તંદુરસ્ત જીવનશૈલીનું પાલન કરવું જોઈએ અને તમારા આહારનું પણ ધ્યાન રાખવું જોઈએ. એ માટે યોગ્ય ડાયટ પ્લાન અને કસરત કરવી ખાસ જરૂરી છે. એમાંય ખાસ કરીને વજન વધારવાની કસરત વધારે જરૂરી હોય છે. આ રીતે તમે સ્વસ્થ રીતે વજન વધારી શકો છો.
જો તમે તંદુરસ્ત રીતે વજન વધારશો તો તમારું શરીર કુદરતી રીતે તમને અનેક રોગોથી બચાવે છે. વજન વધારવા માટે ખાસ રીતે ખોરાક પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. સાથે સાથે એવી વસ્તુઓને તમારા આહારમાં શામેલ કરો કે જે તમારી રોગપ્રતિકારક શક્તિને સુધારે. ખાસ કરીને વજન વધારવા માટે 'અશ્વગંધા'નું સેવન કરવાની સલાહ વધારે આપવામાં આવે છે. ત્યારે અહીં જોઇશું કે, આખરે અશ્વગંધાનું સેવન કરીને આપણે કેવી રીતે વજન વધારી શકીએ છીએ.
વજન વધારવા માટે તમારે દૂધ સાથે અશ્વગંધા પાવડરનું સેવન કરવું જોઈએ. દૂધમાં અનેક પ્રકારનાં પોષક તત્વો રહેલા હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ સાથે જ આયુર્વેદમાં અશ્વગંધા પાવડરનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. રોજિંદા દૂધ અને અશ્વગંધાનું સેવન તમારું વજન વધારવામાં વધારે મદદ કરે છે.
વજન વધારવા માટે નિયમિત કસરત કરતા રહો
વજન વધારવા માટે વ્યાયામ ખૂબ જ જરૂરી છે. તે માંસપેશીઓને વધારે છે.
રોજિંદા વ્યાયામ કરવાથી શરીર વધારે મજબૂત બને છે.
કસરત ભૂખમાં વધારો કરે છે, તણાવ દૂર કરે છે, મેટાબોલિક પ્રવૃત્તિમાં સુધારો કરે છે અને સહનશક્તિ વધારવામાં મદદ કરે છે.