બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / As the track of Biparjoy Cyclone changed, the threat to Gujarat increased.

BIG BREAKING / Biparjoy Cycloneનો ટ્રેક બદલાતા ગુજરાત પર ખતરો વધ્યો, આ વિસ્તાર પર સૌથી વધુ જોખમ

Malay

Last Updated: 01:21 PM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Biparjoy Cyclone: અરબ સાગરમાં સર્જાયેલા અત્યંત શક્તિશાળી વાવાઝોડા બિપોરજોયે ફરી પોતાની દિશા બદલી છે. વાવાઝોડું હવે જખૌ તરફ ફંટાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે.

 

  • વાવાઝોડા બિપોરજોય અંગે મોટી અપડેટ
  • બિપોરજોય પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું
  • ગુજરાતના દરિયા નજીકથી પસાર થાય તેવું અનુમાન
  • કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું 

અરબી સમુદ્રમાં સક્રિય બનેલા વાવાઝોડા બિપોરજોય અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સમુદ્રમાં બપોરજોયની ફરી દિશા બદલાઈ છે, હવે આ વાવાઝોડું ગુજરાતના દરિયા નજીકથી પસાર થાય તેવું અનુમાન છે. હવે બિપોરજોય પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું છે. વાવાઝોડાનો માર્ગ બદલાતાં ફરી ચિંતા વધી ગઈ છે. આ સંભવિત બિપોરજોય વાવાઝોડાને કારણે હાલમાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. 

બિપોરજોય પોરબંદરથી 640 કિલોમીટર દૂર
આ વાવાઝોડું દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. બિપોરજોય વધુ આક્રમક બનીને આગળ વધી રહ્યું છે. બંદરો પર હાલ ભયજનક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બિપોરજોયને લઈને ગુજરાતના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ છે. આ વાવાઝોડું ધીમે-ધીમે નજીક આવી રહ્યું છે.

Topic | VTV Gujarati

4 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી 
હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદ થઈ શકે છે. આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર પણ રહેશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે 10, 11 અને 12 જૂને પવન 80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. જ્યારે 13 જૂને પવન 120 કિમી પ્રતિ કલાકની ઝડપ પણ પકડી શકે છે.

વર્ષનું પ્રથમ વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં: આ વિસ્તારોમાં પડી શકે ભારે  વરસાદ, હવામાન વિભાગે આપી દીધું એલર્ટ | 2022 first cyclone asani about to  knock imd ...

દરિયાકાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જાહેર
બિપોરજોય વાવાઝોડાને લઈને ગુજરાતના દરિયા કાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાને લઈને સુરત તંત્ર એલર્ટ થઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ડુમ્મસ અને સુવાલી બીચ બંધ કરાયા છે. આ મામલે સુરત પોલીસ કમિશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. જેમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંતા કોઈ વ્યક્તિને પણ દરિયાના પાણીમાં ન જવા સૂચના અપાઈ છે. બીચ પર તકેદારીના ભાગરૂપે લોકોની અવર જવર પર પ્રતિબંધ મુકાયો છે. 

ગુજરાતના વિવિધ બીચ કરાયા બંધ
વાવાઝોડાને લઈ કંડલા પોર્ટ પ્રશાસન એલર્ટ થઈ ગયું છે. આજે સાંજથી કંડલા પોર્ટ પર જહાજના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. અબડાસા, જખૌ સહિત કાંઠાળપટ્ટાના વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખી 23 ગામને સ્થળાંતર કરવાની તૈયારી કરવામાં આવી છે. સલામતીને ધ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડુંની શક્યતાને પગલે માંડવી બીચને 9થી 12 તારીખ સુધી સદંતર બંધ કરાયો છે.

તિથલ બીચ 14 જૂન સુધી બંધ
વલસાડના તિથલ બીચ પર ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે તિથલ બીચને 14 જૂન સુધી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. વલસાડના મામલતદારે જણાવ્યું છે કે, "અમે માછીમારોને દરિયામાં ન જવા કહ્યું હતું અને તેઓ બધા પાછા આવી ગયા છે. જો જરૂર પડશે તો દરિયાકાંઠાની નજીક આવેલા ગામડાઓના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે. તેમના માટે આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા છે, અમે 14 જૂન સુધી તિથલ બીચને પ્રવાસીઓ માટે બંધ કરી દીધો છે. વલસાડના ત્રણ કિલો મીટર લાંબા તિથલ બીચ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી સહેલાણીઓને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.''
 

સંકળાયેલા મુદ્દાઓ

Biparjoy Cyclone track of Biparjoy Cyclone ગુજરત પર જોખમ ગુજરાત પર ખતરો વધ્યો બિપોરજોય વાવાઝોડું વાવાઝોડાનો ખતરો Biparjoy Cyclone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ