બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / મનોરંજન / બોલિવૂડ / Arjun Kapoor furious over comparison with Malaika Aroras earnings said Sad and shameful

બોલિવૂડ / મલાઈકા અરોરા સાથે આ વાત પર તુલના થતાં ભડક્યો અર્જુન કપૂર, કહ્યું- શરમજનક અને...

Noor

Last Updated: 10:11 AM, 9 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અર્જુન કપૂર ફિલ્મો સિવાય મલાઈકા અરોરા સાથે તેની રિલેશનશિપને કારણે પણ હમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં જ એવું કંઇક બન્યું કે એક્ટર ભડકી ગયો.

  • મલાઈકા અને અર્જુન બોલિવૂડના ચર્ચિત કપલ્સમાંથી એક છે
  • મલાઈકા અને અર્જુનની આ વાત પર તુલના થતાં ભડક્યો એક્ટર
  • અર્જુને સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

અર્જુન કપૂર છેલ્લા ઘણાં વર્ષોથી મલાઈકા અરોરા સાથે રિલેશનશિપમાં છે. બંનેના ફેન્સ જાણવા માટે આતુર છે કે આ કપલ લગ્ન કરશે કે નહીં અને જો કરશે તો એ સમય ક્યારે આવશે. જોકે, હાલ અર્જુન કપૂર થોડો નારાજ જોવા મળી રહ્યો છે. હકીકતમાં એક મીડિયા રિપોર્ટને લઈને તે બરાબરનો ગુસ્સે થયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, મલાઈકા અરોરા તેના કરતા વધુ કમાય છે. 

અર્જુને મીડિયા રિપોર્ટ પર નારાજગી વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા પર લખ્યું કે- '2021માં આવી હેડલાઇન્સ વાંચવી દુખદ અને શરમજનક છે. તેમાં કોઈ શંકા નથી કે તે સારી કમાણી કરે છે અને અહીં પહોંચવા માટે તેણે ઘણાં વર્ષો સુધી કામ કર્યું છે. તેની સરખામણી કોઈ સાથે ન કરવી જોઈએ. 'મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે મલાઈકાની કુલ કમાણી 100 કરોડ રૂપિયા છે, જ્યારે અર્જુન કપૂરની કુલ કમાણી 88 કરોડ રૂપિયા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે મલાઇકા એક ફિલ્મમાં આઇટમ સોન્ગ કરવા માટે 1.75 કરોડ રૂપિયા લે છે.

તમને જણાવી દઈએ કે અર્જુન અને મલાઈકા વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ છે. તેઓ ઘણીવાર સાથે સમય પસાર કરતા જોવા મળે છે. એક ઈન્ટરવ્યૂમાં મલાઈકાએ અર્જુન સાથેના તેના સંબંધો વિશે કહ્યું હતું, 'લગ્ન તૂટ્યા પછી મને કોઈ ખ્યાલ નહોતો કે હું બીજા સંબંધમાં જોડાઈ શકીશ. હું મારા જીવનમાં પ્રેમ ઇચ્છતી હતી અને આ નવા સંબંધે મારો આત્મવિશ્વાસ પાછો લાવ્યો છે. હું ખુશ છું કે મેં આ પગલું ભર્યું.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ