ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ફેસબુક પર અરિજીત સિંહે લખ્યું કે તે અને તેની પત્ની કોયલ રોય કોરોના વાયરસથી સંક્રમિત થયાં છે. તેણે વધુમાં લખ્યું કે, "હું અને મારી પત્ની કોરોના વાયરસથી સંક્રમિત થયાં છીએ. અમે સંપૂર્ણપણે સ્વસ્થ છીએ અને અમે અમારી જાતને ક્વોરેન્ટાઇન કરી છે.
ADVERTISEMENT
અભિનેત્રી નફીસા અલી પણ કોવિડ પોઝિટિવ
વરિષ્ઠ અભિનેત્રી નફીસા અલી અને અભિનેત્રી માનવી ગાગરૂ શનિવારે કોરોના વાયરસથી સંક્રમિત થયાં હતા. "મેજર સાબ", "લાઇફ ઇન અ મેટ્રો", "યમલા પગલા દિવાના" અને "સાહેબ બીવી ઔર ગેંગસ્ટર 3" જેવી ફિલ્મોમાં અભિનય કરવા માટે જાણીતા અલીએ ઇન્સ્ટાગ્રામ પર ગોવાની એક હોસ્પિટલમાંથી પોતાની એક તસવીર પોસ્ટ કરી છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર આપી માહિતી
તેણે લખ્યું કે, "ખૂબ જ તાવ અને ગળામાં દુખાવો છે પરંતુ ગોવામાં મારી શ્રેષ્ઠ મેડિકલ ટીમના સહયોગથી હું ઠીક થઈ રહ્યો છું. એવી અપેક્ષા છે કે આગામી થોડા દિવસોમાં, હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે. #કોવિડ પોઝિટિવ."
ADVERTISEMENT

ગાગરૂએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા કોવિડ-19ની અસર વિશે માહિતી આપી હતી. તેણે લખ્યું, "મને હળવા લક્ષણો છે. ખૂબ ઊંઘ આવે છે.નોંધનીય છે કે, થોડા સમય પહેલા મધુકર ભંડારકર અને સોનુ નિગમ પણ કોરોના સંક્રમિત થયાં છે.
ADVERTISEMENT

કટપ્પા કોવિડ પોઝિટિવ
ADVERTISEMENT

થોડા સમય પહેલાં ફિલ્મ બાહુબલીમાં કટપ્પાના નામથી લોકપ્રિય થયેલા સાઉથ ઈન્ડસ્ટ્રીઝના દિગ્ગજ અભિનેતા સત્યરાજ પણ કોવિડ પોઝીટીવ થયા છે. પરંતુ હવે અહેવાલ આવ્યાં છે કે તેમની તબિયત કથળી છે. તાજેતરમાં જ્યારે એક શૂટિંગ દરમ્યાન સત્યરાજ કોરોના સંક્રમિત જોવા મળ્યાં તો તેઓ નોર્મલ હતા. રિપોર્ટ આવ્યાં બાદ તેઓ હોમ આઈસોલેશનમાં હતા. રિપોર્ટસ મુજબ, તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યાં છે. અહેવાલ છે કે સત્યરાજને ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. થોડા દિવસ પહેલાં તેમને હળવા લક્ષણ અનુભવાયા હોવાના કારણે તેમનો કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ કોરોના સંક્રમિત થયા હતા. અહેવાલો મુજબ, તબિયતમાં સુધારો ના આવવાના કારણે 7 જાન્યુઆરીએ, શુક્રવારે સાંજે સારવાર માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ