મહામંથન / શું પ્રજાથી ઉપર છે રાજકીય પક્ષો? શું કમલમથી ચાલે સરકાર?

એક તરફ કોંગ્રેસ પાર્ટીમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદને લઈને કલેહ મચ્યો છે. તો બીજી તરફ ભાજપમાં કમલમમાં સરકારના મંત્રીઓને બેસવાના આદેશ કરાયા છે. સોનિયા ગાંધીના અધ્યક્ષ પદને લઈને કોંગ્રેસમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠકમાં અનેક મુદ્દાઓ ઉછળ્યા. અંતે સોનિયા ગાંધીને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદે યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. બીજી બાજુ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે રાજ્ય સરકારના મંત્રીઓને કમલમમાં બેસી કાર્યકરો અને પ્રજાના પ્રશ્નોના નિરાકરણ લાવવાનો આદેશ કર્યો. કાર્યકરોની ફરિયાદ હતી કે તેમના વિસ્તારના કામ થતા નથી એટલે મંત્રીઓએ તેમની વાત સાંભળવી જોઈએ. તો બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદને લઈને ભાજપે ઘેરવાનો પ્રયાસ કર્યો અને પાર્ટીમાં હવે કંઈ રહ્યુ નથી તેવા સવાલો પણ ઉભા કરી દીધા. ત્યારે આજની આ ચર્ચામાં ખાસ કેટલાક સવાલો ઉભા થાય છે કે શું પ્રજાથી ઉપર છે રાજકીય પક્ષો. શું કમલમથી સરકાર ચાલે?. શું જનતાના પ્રશ્નો કાર્યાલય પુરતા સિમિત થઈ રહ્યા છે. આ તમામ સવાલો પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ