ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:06 PM, 23 September 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
ચેન્નાઈમાં ખોદકામમાં મળી 12,000 વર્ષ જૂની કલાકૃતિઓ
ચેન્નાઈની બહારના વિસ્તાર ઓરગડમમાં રેનોલ્ટ નિસાન ઓટોમોબાઇલ ફેક્ટ્રીથી લગભગ 5 કિલોમીટર દૂર ASI ખોદકામ કરી રહ્યું છે. અહી પ્રાચીન પત્થરનાં ઉપકરણ બનાવવાની જગ્યા મળી છે. આ લગભગ 12,000 વર્ષ પહેલાની જગ્યા છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ટીમને એક જ ગઢ્ઢાના પરતોમાં ચાર સભ્યતાઓની કલાકૃતિઓ મળી છે. આ ખોદકામ વડક્કુપટ્ટુ ગામમાં થઇ રહ્યું છે.
ADVERTISEMENT
એમ કાલિમુથુ, અધિક્ષક પુરાતત્વવિદ્, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “તે એવી જગ્યા જેવું લાગે છે જ્યાં પ્રાચીન લોકો શિકાર માટે પથ્થરના સાધનો એકસાથે બનાવતા હતા. તેને પથ્થર બનાવવાની ફેક્ટરી પણ કહી શકાય.
કાચનાં મોતી પણ મળ્યા
પુરાતત્વવિદોને તે 10m બાય 10m ગઢ્ઢાની ઉપરી પરત પર, સંગમ યુગની કલાકૃતિઓ અને વાસણો, રોમન એમ્ફેરા શેર્ડ અને કાચનાં મોતી પણ મળ્યા. ખોદકામમાં આ બધી વસ્તુઓ જોઇને તેઓ ચોંકી ગયા. એક્સપર્ટસ અનુસાર, આ તે કાળમાં રોમ એટલે કે ઇટલી સાથે સક્રિય વ્યાપારનાં સંદેશ આપે છે.
ADVERTISEMENT
સોનાના ઘરેણા મળ્યા
ખોદકામમાં ઘરેણા, ટેરાકોટાનાં રમકડા, મોતી, બંગડીઓનાં ટુકડા, વાસણનાં ટુકડા અને સિક્કા પણ મળ્યા છે. આસપાસના વિસ્તારોમાં ટીમે પ્રારંભિક પલ્લવ યુગથી ( 275 સીઈ) લઈને પલ્લવો (897 સીઈ) સુધીની મૂર્તિઓની ખોજ કરી.
ADVERTISEMENT
એક જ જગ્યા પર ચાર યુગ
ASI ના અધિક્ષક પુરાતત્વવિદ્ એમ કાલિમુથુએ જણાવ્યું હતું કે તિરુનેલવેલી અને થુથુકુડી જિલ્લાઓમાં તેરી સાઇટ્સ સિવાય, તમિલનાડુમાં વદક્કુપટ્ટુ એકમાત્ર સ્થળ છે જ્યાં મેસોલિથિક સાધનોના પુરાવા મળ્યા છે. તેમના સમયગાળાની ગણતરીના આધારે, એવું માનવામાં આવે છે કે આ સાધનો લગભગ 12,000 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યા હોવા જોઈએ. કાર્બન ડેટિંગ અને થર્મોલ્યુમિનેસેન્સ (TL) ડેટિંગ સાધનોની ચોક્કસ ઉંમર જાહેર કરશે. કાલિમુથુ કહે છે કે એક જ જગ્યાએ ચાર અલગ-અલગ યુગના પથ્થરના સાધનો, કલાકૃતિઓ અને ઝવેરાત શોધવા એ અનોખી બાબત છે.
સંકળાયેલા મુદ્દાઓ