બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / arbaaz khan girlfriend giorgia andriani statement on actors ex wife malaika arora

ઈન્ટરવ્યુમાં દાવો / Arbaazની ગર્લફ્રેન્ડે પહેલી વખત મલાઈકાને લઇને આપ્યું નિવેદન, કહ્યું, 'હું તેમને...'

Premal

Last Updated: 06:36 PM, 27 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જૉર્જિયા એન્ડ્રિયાનીએ હાલમાં એક ઈન્ટરવ્યુમાં મલાઈકા અરોરાને લઇને વાત કરી છે.

  • અરબાઝની ગર્લફ્રેન્ડ જૉર્જિયા એન્ડ્રિયાનીએ મલાઈકાને લઇને કરી વાત
  • ઈન્ટરવ્યુમાં દાવો, હું અરબાઝની પૂર્વ પત્ની મલાઈકાને ખૂબ પસંદ કરુ છુ
  • જૉર્જિયા એન્ડ્રિયાનીએ મલાઈકાના સફરના વખાણ પણ કર્યા 

જૉર્જિયા હાલમાં અરબાઝ ખાનને કરી રહી છે ડેટ  

અભિનેત્રી જૉર્જિયા એન્ડ્રિયાનીનુ કહેવુ છે કે તે અરબાઝ ખાનની પૂર્વ પત્ની મલાઈકા અરોરાને ખૂબ પસંદ કરે છે. તેમણે કહ્યું છે કે તે મલાઈકાના સફરના વખાણ કરે છે. જૉર્જિયા હાલમાં અરબાઝ ખાનને ડેટ કરી રહી છે. 

મલાઈકા-અરબાઝે વર્ષ 2017માં છૂટાછેડા લીધા હતા 

મલાઈકા અરોરા અને અરબાઝ ખાને વર્ષ 2017માં એકબીજા સાથે છૂટાછેડા લીધા હતા. બંને સેલિબ્રિટીઓએ વર્ષ 1998માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. જો કે, 19 વર્ષ સુધી સાથે રહ્યાં બાદ બંને અલગ થયા હતા. મલાઈકા અને અરબાઝને એક પુત્ર છે, જેની સારસંભાળ બંને મળીને કરે છે. અવાર-નવાર બંને સેલિબ્રિટીઓ પોતાના પુત્રને કારણે એકસાથે દેખાય છે. 

હું મલાઈકાને પસંદ કરુ છુ: જૉર્જિયા એન્ડ્રિયાની

મલાઈકા અરોરાથી અલગ થયા બાદ અરબાઝનુ નામ મૉડલ જૉર્જિયા એન્ડ્રિયાની સાથે જોડાયુ. હવે જૉર્જિયાએ અરબાઝની પૂર્વ પત્ની મલાઈકાને લઇને એક ઈન્ટરવ્યુમાં વાત કહી. જૉર્જિયાને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું તે ક્યારેય મલાઈકા અરોરાને મળી છે? તો જૉર્જિયાએ કહ્યું કે તેમની ઘણી વખત મલાઈકા સાથે મુલાકાત થઇ છે. તેમણે કહ્યું, હું તેમને પસંદ કરુ છુ અને તેમના સફરના વખાણ કરુ છુ. તેમણે પણ જીરોથી શરૂઆત કરી હતી. તેઓ એક મૉડલ હતી અને પછી ધીરે-ધીરે ત્યાં પહોંચી જ્યાં તેઓ આજે છે. હું તેમની પ્રશંસક છુ. 

સંકળાયેલા મુદ્દાઓ

Giorgia Andriani Malaika Arora arbaaz khan જૉર્જિયા એન્ડ્રિયાની Arbaaz Khan Girlfriend Giorgia Andriani Statement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ