બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Aravalli Jab Chitriya Primary School-2 has come up with a big mistake

છબરડો / આવું પરિણામ તમે નહીં જોયું હોય! ધોરણ 8ની વિદ્યાર્થીનીને 160માંથી 173 માર્ક્સ મળ્યા, જાણો કઇ શાળામાં થયો મોટો છબરડો

ParthB

Last Updated: 10:50 AM, 9 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લી ભિલોડાની જાબ ચિતરીયા પ્રાથમિક શાળા-2ના પરિણામમાં મોટો છબરડો સામે આવ્યો છે. જેમાં ધો.8ની વિદ્યાર્થીનીને કુલ માર્ક્સ કરતાં વધુ માર્ક્સ અપાયા

  • ભિલોડાની જાબ ચિતરીયા પ્રાથમિક શાળા-2માં પરિણામમાં છબરડો
  • ધોરણ 8ની વિદ્યાર્થીનીને કુલ માર્ક્સ કરતાં વધુ માર્ક્સ અપાયા
  • ગુજરાતી વિષયમાં કુલ 160માંથી આપ્યા 173 માર્ક્સ
  • વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં 160માંથી આપ્યા 171 માર્ક્સ 

અરવલ્લી ભિલોડાની જાબ ચિતરીયા પ્રા.શાળા-2 માં છબરડો

રાજ્યમાં સરકારી પરીક્ષાઓ હોય કે, ભરતી મામલો છબરડા અને વિવાદો તો સામે આવતાજ રહે છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડાની જાબ ચિતરીયા પ્રાથમિક શાળામાં પરિણામમાં ગોટાળો સામે આવ્યા છે.આમ ભિલોડા ગામની જાબ ચિતરીયા પ્રાથમિક શાળામાં ધોરણ 8ના પરિણામમાં  છબરડો સામે આવતાં હાલ શિક્ષણ મામલે અનેક સવાલો થઈ રહ્યાં છે. 

ધોરણ 8 ની વિદ્યાર્થીનીને કુલ માર્ક્સ કરતા વધુ માર્ક્સ અપાયા 
 
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, ભિલોડાની જાબ ચિતરીયા પ્રાથમિક શાળામાં ધોરણ 8ના પરિણામમાં એક વિધાર્થીને ગુજરાતી વિષયમાં 160 માંથી 173 ગુણ, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં 160 માંથી 171 ગુણ અપાતા ખળભળાટ મચ્યો છે. મહત્વનું છે કે, પ્રાથમિક શાળામાં વાર્ષિક મૂલ્યાંકન 160 ગુણ હોય છતાં 160 કરતા વધુ ગુણ અપાતા ચકચાર મચી જવા પામી હતી. એટલું જ નહીં, શાળાના વિધાર્થીનું રિજલ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષકોની કામગીરી બાબતે અનેક સવાલો ઉઠ્યા છે.

વાર્ષિક પરિણામની અંદર મોટો છબરડો દેખાયો 

આ ઘટનામાં સામે આવ્યું છે કે જાબ ચિતરીયા પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીનું પરિણામ શિક્ષકે તૈયાર કર્યું અને તેમણે ભૂલ કરી એ સમજ્યા પરંતુ જ્યારે આ પરિણામની કોપી શાળાના આચાર્ય પાસે પણ આવી ત્યારે પણ આવડી મોટી ભૂલ ધ્યાને આવી નહોતી. સામાન્ય રીતે વર્ગશિક્ષક દ્વારા પરિણામ તૈયાર કર્યા બાદ શાળાના આચાર્ય પાસે સહી સિક્કા કરવા માટે આવતું હોય છે. પરંતુ આ કેસમાં તો આચાર્યએ પણ સહી સિક્કા કરી વેલીડ કરી નાખ્યું હતું. જેના કારણે આ મુદ્દો ચગ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ