બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 10:20 AM, 24 May 2023
ADVERTISEMENT
ટીવી ઈંડસ્ટ્રીથી વધુ એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યાં છે. અનુપમા સિરીયલનાં દિગ્ગજ એક્ટર નિતેશ પાંડેનું મૃત્યુ થયું છે. કાર્ડિયેક અરેસ્ટ આવવાનાં લીધે તેમનું મૃત્યુ થયું છે. વૈભવી ઉપાધ્યાયનાં મોત બાદ નિતેશ પાંડનાં નિધનની ખબરથી સમગ્ર ઈંડસ્ટ્રીમાં ગમગીની છવાયેલી છે.
નિતેશ પાંડેનાં મૃત્યુથી ઈંડસ્ટ્રીમાં દુ:ખની લહેર આવી છે. અનુપમા સિરીયલમાં અનુપમાનાં મિત્ર ધીરજ કપૂર બનીને પાત્ર ભજવ્યું હતું. સિરીયલમાં હાલમાં પણ તેમનો ટ્રેક ચાલી જ રહ્યો હતો. કોને ખબર હતી કે અનુપમા તેમની છેલ્લી સિરીયલ હશે.
ADVERTISEMENT
શાહરૂખ ખાન સાથે પણ કર્યું હતું કામ
તેમણે હિંદી ફિલ્મોમાં પણ ઉત્તમ કામ આપ્યું છે. તેમણે ઓમ શાંતિ ઓમમાં શાહરૂખનાં અસિસ્ટેન્ટનો રોલ પ્લે કર્યો છે. એટલું જ નહીં તેમણે હંટર, દબંગ 2, બધાઈ હો, મેરે યાર કી શાદી હૈ, મદારી વગેરે જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ટીવી શૉની વાત કરીએ તો એક પ્રેમ કહાની, હમ લડકિયાં, ઈન્ડિયાવાલી માં, હીરો- ગાયબ મોડ ઑનમાં પણ કામ કર્યું હતું.
Shot with her yesterday and today for a TV commercial. What a delightful experience with this down to earth actress. Cheers. pic.twitter.com/uLPsnkl8lp
— NITESH PANDEY (@PAHADIPANDEY) September 29, 2020
એટલું જ નહીં સોમવારે, Sarabhai vs Sarabhaiની એક્ટ્રેસ વૈભવી ઉપાધ્યાયનું પણ રોડ અકસ્માતમાં નિધન થયું છે. તેમનાં આક્સ્મિક મૃત્યુથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં ગમગીની છવાઈ ગઈ છે. સેલિબ્રિટીઝ સહિત ફેન્સ વૈભવીનાં એકાએક મોતથી શોકમાં છે અને તેના મોક્ષ માટે સોશિયલ મીડિયા પર પ્રાર્થના કરી રહ્યાં છે.
કેવી રીતે થયો આ ભયાનક એક્સીડેન્ટ?
માહિતી અનુસાર એક્ટ્રેસ સાથે આ દુર્ઘટના સોમવારે કુલ્લૂના બંજારમાં થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વૈભવી પોતાનાં મંગેતરની સાથે કારમાં ટ્રાવેલ કરી રહી હતી. તેઓ તીર્થન ઘાટીમાં ફરવા માટે જઈ રહ્યાં હતાં પરંતુ ટર્ન પર ગાડીનો કંટ્રોલ છૂટી ગયો અને એક્ટ્રેસની કાર ખીણમાં ઊથલી ગઈ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.