Antibiotics drugs can increase the risk of dementia disease
ચેતી જજો /
એન્ટિબાયોટિક્સ દવા લેતા હોવ તો સાવધાન! નહીં તો સપડાઇ જશો આ ખતરનાક બીમારીની ઝપેટમાં
Team VTV04:36 PM, 30 Mar 22
| Updated: 04:40 PM, 30 Mar 22
એન્ટિબાયોટિક્સ દવા લેવાથી ડિમેંશિયા નામની બીમારીનું જોખમ વધી શકે છે. જેનાથી વ્યક્તિની માનસિક સ્થિતિ પણ ઉંમર વધવાની સાથે-સાથે ખરાબ થતી જાય છે.
આ રોગના લક્ષણો મુખ્યત્વે 65 વર્ષની ઉંમર પછી દેખાય છે
વ્યક્તિની માનસિક સ્થિતિ ઉંમર વધવાની સાથે-સાથે ખરાબ થતી જાય છે
જાણો શું હોય છે ડિમેંશિયા બીમારીનાં લક્ષણો
ડિમેંશિયા એક એવી બીમારી છે કે, જેમાં પીડિત દર્દીની સાથે-સાથે તેના પરિવારે પણ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. કારણ કે ડિમેંશિયા થવા પર વ્યક્તિની માનસિક સ્થિતિ ઉંમર વધવાની સાથે-સાથે ખરાબ થતી જાય છે. તેનાથી પીડિત વ્યક્તિ માટે પોતાના દિન-પ્રતિદિનનાં કાર્યોને કરવું વધારે મુશ્કેલ થઇ જાય છે. જેના કારણે તે પોતાના પરિવારના સભ્યો પર વધુ નિર્ભર થવા લાગે છે.
વૃદ્ધોમાં આ બીમારીની અસર બાકીના લોકો કરતાં વધારે માત્રામાં હોય છે. આ બીમારીનાં લક્ષણો મુખ્યત્વે 65 વર્ષની ઉંમર બાદ જ દેખાય છે. જો કે, આ બીમારી મધ્યમ વયથી જ શરૂ થઇ જાય છે. આ બીમારી માટે મુખ્યત્વે સ્લીપિંગ પેટર્ન, ડાયટ અને ડિપ્રેશન જેવાં કારણો જવાબદાર હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ખૂબ જ સામાન્ય દવા પણ ડિમેંશિયા વધારવા માટે જવાબદાર છે. આ દવા લેવાથી ડિમેંશિયાનું જોખમ વધી શકે છે.
PLOS Oneમાં પ્રકાશિત થયેલા નવા અભ્યાસ મુજબ, મધ્યમ વયમાં એન્ટિબાયોટિક્સના સેવનના કારણે વ્યક્તિની યાદશક્તિ ધીમે-ધીમે નબળી પડવા લાગે છે. ખાસ કરીને મહિલાઓને આ સમસ્યાનો વધારે સામનો કરવો પડે છે. અભ્યાસ દરમિયાન, સંશોધકોએ શોધી કાઢ્યું કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી છુટકારો મેળવવા માટે એન્ટિબાયોટિક્સનું સેવન કરવાથી યાદશક્તિમાં ઘટાડો થઈ શકે છે.
જાણો શું છે ડિમેંશિયાના મુખ્ય કારણો (risk factors of dementia)
- એક જ વસ્તુનું પુનરાવર્તન કરવાનું શરૂ રાખવું
- કોઇ પણ બાબતને ન સમજવી
- યાદશક્તિ નબળી થઇ જવી
- વાત કરતી વેળાએ અકળાવવું
- જૂની વાતોને યાદ રાખવી
- જૂની વાતોને વારંવાર યાદ કરતા રહેવું
- કોઇ પણ બાબત યાદ ન રહેવી
- વિચારવાની ક્ષમતા નબળી થઇ જવી
- હંમેશા કંઈક ને કંઇક બોલતા રહેવું
- વાહિયાત વાતો કરતા રહેવું
- કોઈ ન હોય તેવાં ટાણે પોતાની જાત સાથે જ વાત કરતા રહેવું
- વાતોને યાદ ન રાખવી