બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / An important meeting will be held as soon as PM Modi's tour is over

BIG NEWS / ભાજપે કમર કસી: PM મોદીનો પ્રવાસ પૂર્ણ થતાંની સાથે જ મળશે મહત્વપૂર્ણ મીટિંગ, દિલ્હી મોકલાશે નામ

Malay

Last Updated: 11:01 AM, 29 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપમાં ઉમેદવારોની પંસદગીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના પ્રવાસ બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. જેમાં નિરીક્ષકોએ તૈયાર કરેલા નામ અંગે ચર્ચા થશે.

 

  • ભાજપમાં ઉમેદવારની પસંદગીને લઈને મહત્વના સમાચાર
  • પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ બાદ મળશે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક
  • પ્રદેશ કક્ષાએથી નક્કી થયેલા નામને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મુકાશે

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે, હાલમાં ભાજપ અને કોંગ્રેસની અંદર ઉમેદવારી માટે વિવિધ નેતાઓ દ્વારા દાવેદારી કરવામાં આવી રહી છે. ગતરોજ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી દેવામાં આવી છે. એવામાં ભાજપમાં ઉમેદવારોની પંસદગીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના પ્રવાસ બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે.

પ્રદેશ કક્ષાએથી નક્કી થયેલા નામને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મુકાશે
આગામી 2થી 5 નવેમ્બરની વચ્ચે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી શકે છે. આ બેઠકમાં નિરીક્ષકે તૈયાર કરેલા નામ અંગે ચર્ચા કરવામાં આવશે. પ્રદેશ કક્ષાએથી નક્કી થયેલા નામને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મુકવામાં આવશે. પ્રદેશ કક્ષાએથી નામની યાદી ફાઈનલ થશે. જે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે. દિલ્હીથી મંજૂરીની મહોર લાગ્યા બાદ ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. જ્યારે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 86 ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. 

1 નવેમ્બરે થઈ શકે છે ચૂંટણીની તારીખો જાહેરઃ રિપોર્ટ્સ 
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકવા હવે ઘડીઓ ગણાઈ રહી છે. રાજકારણની શતરંજમાં તમામ પક્ષોએ એકબીજાને મ્હાત આપવા બાજી બિછાવી દીધી છે, જેમાં 25 વર્ષથી ગુજરાતમાં સત્તામાં રહેલી બીજેપીએ નવો જ દાવ ખેલ્યો છે. ગુજરાતની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. 31 ઓક્ટોબરના રોજ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દિવસે પીએમ સરદાર પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાનારી તમામ રાજ્યોની પરેડમાં ભાગ લેશે. સાથે જ પીએમ મોદી જાંબુઘોડામાં આદિવાસીઓને પણ સંબોધિત કરશે. આ ઉપરાંત બનાસકાંઠામાં પાણી વિભાગના કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. આવી સ્થિતિમાં કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં રાજકીય નિષ્ણાતોને ટાંકીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પીએમ મોદીના આ કાર્યક્રમ બાદ એટલે કે 1 નવેમ્બરે ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે.

2 તબક્કામાં યોજાઈ શકે છે ચૂંટણી
ચૂંટણી પંચ 1 નવેમ્બરે ગુજરાત ચૂંટણીની જાહેરાત કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં મતદાન થઈ શકે છે. અત્યાર સુધી બહાર આવેલી માહિતી અનુસાર પ્રથમ તબક્કાનું મતદાન 1થી 2 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 4થી 5 ડિસેમ્બરે થઈ શકે છે. તો હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણીના પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ