બોલિવૂડ / હોસ્પિટલમાંથી 26મા દિવસે પણ અભિષેકને રજા ન મળી, પિતા અમિતાભે કહ્યું હવે આ કર...

amitabh bachchan cheers up abhishek bachchan after he shares his medical chart on internet

બોલિવૂડના જાણીતા અભિનેતા અમિતાભ બચ્ચન કોરોના વાયરસને માત આપીને પોતાના ઘરે પરત આવી ચૂક્યા છે. તેઓ સોશ્યિલ મીડિયા પર પોતાના ફેન્સની સાથે પણ સતત જોડાયેલા રહે છે. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન કોરોનાના સામાન્ય લક્ષણોના કારણે એકસાથે નાણાવટી હોસ્પિટલમાં એડમિટ થયા હતા. બિગ બી તો ઘરે આવી ચૂક્યા છે પરંતુ 26 દિવસ બાદ પણ અભિષેક હોસ્પિટલમાં છે. તેઓએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો 26મા દિવસનો મેડિકલ ચાર્ટ શેર કર્યો છે. તેમાં તેમની રજાની કોઈ વાત કરવામાં આવી નથી. એવામાં દીકરાનું મનોબળ વધારવા માટે અમિતાભ બચ્ચને પિતા હરિવંશ રાય બચ્ચન દ્વારા લખેલી એક કવિતા શેર કરી છે. જેમાં તેઓએ કહ્યું કે ધનુષ ઉઠાવીને પ્રહાર કર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ