ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Politics / બોલિવૂડ / amit shah praised movie the kashmir files

અમદાવાદ / ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મને લઈને હવે બોલ્યા અમિત શાહ, PM મોદી વિશે શું કહ્યું જુઓ

Published By: Jaydeep Shah

Last Updated: 10:47 AM, 27 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ હવે અમિત શાહે પણ ધ કશ્મીર ફાઈલ્સનાં વખાણ કર્યા છે અને સાથે જ કોંગ્રેસ પર નિશાનો પણ સાધ્યો છે. જાણો તેમણે શું કહ્યું.

ADVERTISEMENT

  • અમિત શાહે કર્યા ધ કશ્મીર ફાઈલ્સનાં વખાણ 
  • કોંગ્રેસ પર સાધ્યો નિશાનો 
  • કશ્મીરી પંડિતોનાં નરસંહારની સ્ટોરી 

અમિત શાહે કર્યા ધ કશ્મીર ફાઈલ્સનાં વખાણ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે લોકોને 'ધ કશ્મીર ફાઈલ્સ' જોવાનો આગ્રહ કર્યો. તેમણે કહ્યું હતું કે ફિલ્મ બતાવે છે કે ક્યા પ્રકારે કોંગ્રેસના શાસનમાં કશ્મીરમાં અત્યાચાર અને આતંકવાદ ફેલાઈ ગયો હતો. શાહે અમદાવાદમાં 330 કરોડ રૂપિયાથી વધારેની વિભિન્ન પરિયોજનાઓનું ઉદ્ધાટન કર્યું હતુ. તેમણે લોકોને પૂછ્યું કે શું તમે બધાએ ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોઈ? જેમણે નથી જોઈ, તેઓ જુએ અને તમને જાણ થશે કે કશ્મીરમાં, કોંગ્રેસનાં શાસનમાં, અત્યાચાર અને આતંકવાદ ફેલાઈ ગયો હતો. 

અમિત શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં કામના વખાણ કરતા કહ્યું હતું કે પીએમ મોદીનાં નેતૃત્વમાં દેશ સુરક્ષિત છે, વિકાસનાં કામ દેખાઈ રહ્યા છે અને દેશ દુનિયા માટે મેન્યૂફેક્ચરીંગ હબ બની ગયો છે. તેમણે આગાળ કહ્યું કે પીએમ મોદી દ્વારા જમ્મૂ - કશ્મીરથી ધારા 370 હટાવાયા બાદ, દેશનાં લોકોને જાણ થઇ કે જો આપણી પાસે પીએમ મોદી જેવા મજબૂત નેતા છે, તો કંઈપણ અસંભવ નથી. 

કોંગ્રેસ પર સાધ્યો નિશાનો 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાનો સાધતા તેમણે આગળ કહ્યું કે મહામારી દરમિયાન, રાહુલ ગાંધી માત્ર ટ્વીટ કરતા હતા અને કંઈપણ બીજું કરતા ન હતા. દેશ વેક્સીન આપવામાં સક્ષમ હતો. આગળ પીએમ મોદીનાં કામના વખાણ કરતા અમિત શાહ કહે છે કે, 75 વર્ષોમાં કોઈ બીજી પાર્ટી દેશભરમાં ગામડાઓમાં બધા ઘરોમાં શૌચાલય બાનાવવાના મહાત્મા ગાંધીના સપનાને પૂરા કરવાની હિંમત ન દાખવી શકી. આ પીએમ મોદીએ કર્યું. લોકો સુધી વિજળી પહોંચાડી, ગામોમાં સિલેન્ડર પહોંચાડાયા, 5 લાખ રૂપિયા સુધી મફત ઈલાજ પણ લોકોને મળ્યો. 

કેન્દ્રીય ગૃહમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકોને ઘરની ચાવીઓ પણ સોંપી અને લોકોને આશ્વાસન આપ્યું કે રાજ્ય અને લોકોનો વિકાસ હંમેશા તેમની પ્રાથમિકતા રહેશે. શાહે 156 કરોડ રૂપિયાની સાત મોટી યોજનાઓનું ઉદ્ધાટન કર્યું. 

ધ કશ્મીર ફાઈલ્સ જીતી રહી છે દર્શકોનાં દિલ 
ફિલ્મ પ્રોડયૂસર અને ડાયરેક્ટર વિવેક અનીહોત્રી આજકાલ પોતાની નવી ફિલ્મને લઈને ચર્ચામાં છે. કશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી આ ફિલ્મ લોકોના દિલ જીતી રહી છે. લોકોની ભાવનાઓ આ ફિલ્મ સાથે જોડાયેલ છે. આ મુદ્દા પર પહેલા પણ ફિલ્મો બની હતી પરંતુ ક્યારેય આટલી ડેપ્થમાં આ મુદ્દા પર વાત કરવામાં આવી નથી. પરંતુ હવે વિવેક અગ્નિહોત્રીએ આ કરી બતાવ્યું છે. ફિલ્મને દેશભરની જનતાનો સપોર્ટ મળી રહ્યો છે અને સાથે જ સરકાર તરફથી પણ સમર્થન મળ્યું છે. 

કશ્મીરી પંડિતોનાં નરસંહારની સ્ટોરી 
ફીલ્મની સ્ટોરી વર્ષ 1990માં કશ્મીરી પંડિતોનાં નરસંહાર તથા તેમની સાથે થયેલા અન્યાય વિષે છે, જેમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. અભિષેક અગ્રવાલે પોતાના ટ્વીટર હેન્ડલ પર પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો શેર કરતા પોતાના દિલની વાત સોશિયલ મીડિયા પર લખી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News amit shah the kashmir files અમિત શાહ ધ કશ્મીર ફાઈલ્સ the kashmir files

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ