બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Amid the arrival of summer, the Meteorological Department again predicted unseasonal rains

માવઠાની મોકાણ / હિટવેવ સાથે માવઠાની આગાહી: રાજ્યમાં ઉંચકાયો ગરમીનો પારો, આ તારીખે સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં વરસાદ

Malay

Last Updated: 08:36 AM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ઉનાળાના આગમન ટાણે અટલે કે ફેબ્રુઆરીથી માર્ચ સુધી માવઠાના માર બાદ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગરમી જોર પકડી રહી છે. આ વચ્ચે હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે.

 

  • આગામી 24 કલાકમાં ગરમી વધશે
  • 14-15 એપ્રિલે હિટ વેવની આગાહી
  • 13 એપ્રિલે ફરી માવઠાની આગાહી
  • સોરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં માવઠું પડી શકે

રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર વ્યાપી ગયો છે. મંગળવારે 9 શહેરોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી વધારે નોંધાયું છે. ગરમ-સૂકા પવનના કારણે તાપમાનમાં વધારો થયો છે. હજુ 24 કલાક ગરમીનું જોર યથાવત રહેશે. રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો 14 અને 15 એપ્રિલે અમદાવાદમાં હિટ વેવની આગાહી છે.  

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓના ખેડૂતો પર માવઠાનું સંકટ |  Once again, the Meteorological Department has predicted rain in the state

અમદાવાદમાં હિટ વેવેની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું કે, સાઈક્લોનિક સર્ક્યુલેશનથી 13-14 એપ્રિલે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  12 એપ્રિલે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે. 13 એપ્રિલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદની આગાહી છે.  14 એપ્રિલના રોજ વલસાડ, સુરત, નવસારી, સુરત,અમરેલી,ભાવનગર,દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે.

Topic | VTV Gujarati

બે દિવસથી તાપમાનમાં થયો વધારો 
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો થયો છે. સોમવારે 17 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યા બાદ ગઈકાલે તાપમાનમાં સરેરાશ એકથી બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અમદાવાદમાં પણ તામપાન 41 ડિગ્રી વટાવી ગયું હતું. 

Topic | VTV Gujarati

અમદાવાદ શહેરમાં ગરમીનો પ્રકોપ વધ્યો 
હવામાન વિભાગની આગાહી મુજબ,  અમદાવાદ શહેરમાં આકરી ગરમી પણ અમદાવાદીઓને રાડ પડાવશે, કેમ કે આગામી અઠવાડિયા દરમિયાન ગરમીનો પારો 40થી 41 ડિગ્રી વચ્ચે રહેશે. અમદાવાદ શહેરમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. હવે આખો દિવસ આકરો તાપ રહેતો હોઈ લોકો રાડ પાડી ઉઠ્યા છે. બપોરના સમયે તો સન્નાટો છવાઈ જાય છે. લોકો આકરા તાપથી બચવા કામ સિવાય ઘર કે ઓફિસની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ સાંજ પડતાની સાથે લીબું પાણી, શેરડીનો રસ અને બરફના ગોલા ખાઈને લોકો તાપ સામે રક્ષણ મેળવી રહ્યા છે. ગરમી વચ્ચે માવઠાના વધુ એક રાઉન્ડની સંભાવનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માર્ચ મહિનામાં પણ અનેક જિલ્લામાં માવઠાથી પાક પર અસર પડી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Meteorological Department કમોસમી વરસાદ માવઠાની આગાહી હવામાન વિભાગ હિટવેટ આગાહી Unseasonal rain in Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ